અમદાવાદના વાડજમાં પાન પાર્લર પર ગ્રાહક પર હુમલો કરનારા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં ચાર લોકોની ધરપકડ કરી છે. વ્યાસવાડી ચાર રસ્તા પાસે પાર્લરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ સામાન્ય બબાલ જોતજોતામાં હિંસક બની ગઈ હતી, અને લુખ્ખાઓએ દુકાનમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. પોલીસે આ ઘટનામાં કાર્યવાહી કરી છે.
સામાન્ય બબાલ જોતજોતામાં હિંસક બની ગઈ હતી
અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા લાલા શોટ પાન પાર્લરમાં લુખ્ખાઓના એક જૂથે ભારે આતંક મચાવ્યો હતો. આ અસામાજિક તત્વોએ પાન પાર્લર પર હાજર એક ગ્રાહક સાથે કોઈ બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. આ સામાન્ય બબાલ જોતજોતામાં હિંસક બની ગઈ હતી અને લુખ્ખાઓએ દુકાનમાં તોડફોડ શરૂ કરી દીધી હતી.આ લુખ્ખા તત્વોએ આવેશમાં આવીને ગ્રાહકને કાચની બોટલ વડે હુમલો કર્યો હતો જેના કારણે ગ્રાહકને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવને પગલે પાન પાર્લરના માલિકે તાત્કાલિક વાડજ પોલીસ મથકમાં આ અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
