ગુજરાત એટીએસને વધુ એક મહિલા આતંકી ઝડપવામાં સફળતા મળી છે જેમાં અલકાયદાની માસ્ટ માઈન્ડ આતંકી મહિલા સમા પરવીનની બેંગ્લુરથી ધરપકડ કરવામાં આવી છે, આતંકીઓના ઈન્સ્ટાગ્રામના ગ્રુપમાં આ મહિલા જોડાયેલી હતી, તો આતંકી ગતિવિધિમાં આ મહિલા સામેલ હોવાની વાત સામે આવી છે. મહિલા આતંકી પાકિસ્તાન સાથે સંકળાયેલી હોવાની વાત સામે આવી છે.
અલ કાયદા ટેરર મોડ્યુલ સામે ગુજરાત એટીએસને મોટી સફળતા
અલ કાયદા ટેરર મોડ્યુલ સામે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે, ATSએ માસ્ટર માઇન્ડ મહિલા આતંકીને ઝડપી પાડી છે, બેંગ્લુરૂથી માસ્ટર માઇન્ડ મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે, મહિલા આતંકી પાકિસ્તાન સાથે સંકળાયેલી હતી તો પાકિસ્તાનના અલગ-અલગ માણસો સાથે આ મહિલા સંપર્કમાં હતી, ગુજરાત એટીએસએ થોડા દિવસો પહેલા 4 આતંકી ઝડપ્યા હતા, તો ઝડપાયેલ મહિલા આંતકી ચારેય આતંકીઓ સાથે સંપર્કમાં હતી.
23 જુલાઈ 2025ના રોજ ઝડપાયા હતા 4 આતંકી
ગુજરાત ATSએ પકડેલા 4 આતંકીઓને લઈ મોટા ખુલાસો થયો છે જેમાં મોબાઈલમાંથી ગુજરાત ATSને મળ્યો સૌથી મોટો પુરાવો, આંતકીઓ રાષ્ટ્ર અને હિન્દુ વિરોધીઓને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હોવાની વાત સામે આવી છે, શરિયા લાગુ કરવા માટે પ્રોત્સાહન રૂપે શેર કરતા વીડિયો સામે આવ્યો છે, અમેરિકા પોતાનું હેડ ક્વાર્ટર ન બચાવી શક્યાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે, કાબૂલના બેઝ કેમ્પમાં હુમલાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે.
ભારત સામે અસંતોષ ફેલાવવા જેવા કૃત્ય કરી રહ્યા હતા આતંકીઓ
ગુજરાત ats દ્વારા દિલ્હીના મોહમ્મદ ફેક,અમદાવાદથી મોહમ્મદ ફરદીન, મોડાસાથી સૈફુલ્લા કુરૈશી અને નોઈડાથી ઝીશાન અલીને પકડી પાડવામાં આવ્યા છે. atsને 10 જૂનના રોજ માહિતી મળી હતી કે ઇન્સ્ટા ઉપર 5 અલગ અલગ આઇડી છે જેમાં દેશ વિરોધી પ્રચાર કરવામાં આવે છે જેમાં sharyat_ya_sahadat,f4rdeen_3,_mujahidden1,mujhadeen.3 અને sefullah_muja_hid313 છે. આ આઇડી ઉપર તપાસ કરતા પ્રતિબંધિત આતંકી સંગઠન aiqsના પ્રચાર પસાર કરવામાં આવી રહેલ છે અને ગઝવાએ હિન્દના નામે આગળ ધપાવવા ધાર્મિક હિંસા આતંકી હુમલા કરવા માટે ઉશ્કેરવા અને લોકશાહી સરકાર સામે સશસ્ત્ર બળવાને પ્રોત્સાહન આપી ને ઇસ્લામિક શરિયતનું પાલન કરતી સરકાર અથવા ખિલાફત સ્થાપિત કરીને ભારત સામે અસંતોષ ફેલાવવા જેવા કૃત્ય કરી રહ્યા હતા.









