અમદાવાદમાં ફરી અકસ્માતની ઘટના બની છે, જેમાં અમદાવાદના નહેરૂનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીના રાણીના પૂતળા પાસે બીઆરટીએસ રૂટમાં અકસ્માત થતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, એકટીવા પર સવાર 2 લોકો હતા અને કાર સાથે અકસ્માત થતા તેમના મોત થયા છે, તો સમગ્ર ઘટનામાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


[[$googlead]]

અમદાવાદમાં અકસ્માતમાં બે લોકોના મોત

નહેરૂનગર નજીક આવેલા ઝાંસીની રાણી BRTS સ્ટેન્ડ પાસે અકસ્માત થયો છે, એક્ટિવા અને કાર વચ્ચે થયો હતો અકસ્માત જેમાં અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે લોકોના મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે, એક્ટિવાચાલક BRTS રેલીંગમાં ઘસી આવ્યો અને કાર પણ ફુલ સ્પીડમાં હતી જેના કારણે આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે. બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવવું ગુનો છે તેમ છત્તા શહેરીજનો બેફામ રીતે વાહન ચલાવતા હોય છે અને અકસ્માતની ઘટના બનતી હોય છે.

[[$alsoread]]

અમદાવાદના ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત

અકસ્માત ઘટનામાં એકટીવા પર સવાર બે લોકોના મોત થતા લોકોના ટોળા ઉમટી પડયા હતા, રાત્રે 2 વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બની હતી અને ટુ વ્હીલર ચાલકોને સારવાર મળે તે પહેલા તેમના મોત થયા છે, મુખ્ય રસ્તા પરથી પસાર થઈ રહેલ એકટીવા ચાલક બીઆરટીએસ રેલીંગમાં ઘસી આવ્યો હતો, ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે અને કારચાલકની પણ અટકાયત કરી છે, મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

મોડી રાત્રે બ્રેઝા કાર ચાલકે એક્ટિવાને મારી ટક્કર

અકસ્માતમાં એક્ટિવાનો કચ્ચરઘાણ વળી ગયો છે, ગાડી એટલી સ્પીડમાં હતી કે એક્ટિવા રેલિંગ કૂદીને BRTS ટ્રેકમાં પટકાઈ હતી અને મૃતકના પરિવારજનો દ્વારા અકસ્માત સર્જનારને કડકમાં કડક સજા મળે તેવી માગ કરી છે, અકસ્માતમાં બાપ વગરનો ઘરનો મોટો દીકરો પરિજનોએ ગુમાવ્યો છે, ત્રણ નાના ભાઈનું ગુજરાન ચલાવનારનું આ અકસ્માતમાં મોત થયું છે, તો કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે.

  • Follow us on: