અમદાવાદના ખોખરામાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના વિધાર્થીની હત્યા કરી દેવામાં આવી છે, વિધાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે અને આજે સવારથી જ વાલીઓએ શાળામાં ભેગા થઈને હોબાળો મચાવ્યો છે. ટોળાએ શાળાના આચાર્ય અને શિક્ષકોનો ટપલીદાવ કરીને શાળામાં તોડફોડ કરી છે, તો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.


[[$googlead]]

શાળાનો દરવાજો તોડી વાલીઓ અંદર ઘૂસ્યા

શાળાએ આજે શાળામાં રજા જાહેર કરી દીધી છે, સેવેન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાથી વાલીઓમાં રોષ જોવા મળ્યો છે, સેવન્થ ડે શાળામાં વાલીઓ તોડફોડ પણ કરી છે, શાળાનો દરવાજો તોડીને ટોળું અંદર આવ્યું હતુ, તો વાલીઓ પણ પોલીસ સાથે સંઘર્ષમાં ઉતર્યા છે, પોલીસે વાલીઓની અટકાયત કરી છે અને મામલો થાળે પાડયો છે, જે વિધાર્થીએ હત્યા કરી છે તે વિધાર્થી વિરુદ્ધ અગાઉ પણ બે ફરિયાદ શાળાને મળી હતી, વાલીઓએ વાહનોમાં પણ તોડફોડ શરૂ કરી દીધી છે.

[[$alsoread]]

સેવન્થ ડે સ્કૂલના એડમિન મયુરિકા પટેલનું નિવેદન

આ સમગ્ર ઘટનામાં સ્કૂલના એડમિનનું નિવેદન સામે આવ્યું છે, તેમનું કહેવું છે કે, ધક્કો મારવા બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થઇ હતી અને બાળકે શાળામાં નહિ પરંતુ વાલીને રજૂઆત કરી હતી, સીસીસીવી ફૂટેજ પોલીસને આપ્યા છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, વાલીઓના આક્ષેપ સ્કૂલ સંચાલકોએ ફગાવ્યા છે અને છરી મારનાર વિધાર્થીની સ્કૂલમાં અગાઉ બે ફરિયાદ થઈ હતી. પોલીસ શાળાના સ્ટાફને બચાવીને લઇ જતી હતી તે દરમિયાન ટોળાએ પોલીસની ગાડી અને પોલીસને પણ રોકી હતી.

છરી મારનાર વિધાર્થી વિરુદ્ધ અગાઉ પણ શાળાને મળી હતી ફરિયાદ

વિધાર્થી બાદમાં બપોરે છૂટીને સ્કૂલમાંથી બહાર આવ્યો હતો. ત્યારે સ્કૂલની સામેના ભાગે ધોરણ-8ના વિદ્યાર્થીએ ધોરણ-10ના વિદ્યાર્થી સાથે મળીને સગીર સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન ધોરણ-10ના વિદ્યાર્થીએ સગીરને છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 9 લોકોના નિવેદન નોંધ્યા છે, પોલીસે શિક્ષકો, સિક્યુરિટી ગાર્ડ સહિત 9 લોકોના નિવેદન નોધ્યા છે. તેમાં સામે આવ્યુ કે જે વિદ્યાર્થીએ છરી મારી તેની સામે અગાઉ સ્કૂલને અનેક ફરિયાદો મળી છે અને તેમાં કાર્યવાહી પણ કરવામાં આવી હતી.


  • Follow us on: