અમદાવાદમાં વિશાલા હોટલ પાસે ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે, જેમાં પોલીસકર્મી પ્રકાશ દેસાઈએ નશામાં આ અકસ્માત સર્જયો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે, પોલીસકર્મીએ રીક્ષાને ટક્કર મારી હતી અને સ્થાનિકોએ કાર ચાલકને ઝડપ્યો હતો તો કારમાંથી બિયરની બોટલ મળી આવી હતી અને સ્થાનિકોએ ભારે હોબાળો કર્યો હતો.


[[$googlead]]

અમદાવાદમાં પોલીસકર્મીએ રીક્ષાને મારી ટક્કર

અમદાવાદના વિશાલા પાસે પોલીસકર્મીની કારને ટક્કર મારતા હોબાળો મચ્યો હતો, તો સ્થાનિકો પોલીસકર્મીને મેથીપાક ચખાડે તે પહેલા સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસકર્મીને પોલીસની પીસીઆર વાનમાં બેસાડયો હતો, પોલીસને કારમાંથી બિયરની બોટલ મળી આવી હતી, કારની ટક્કરે રીક્ષાને ભારે નુકસાન પહોંચ્યું છે, કોન્સ્ટેબલ પ્રકાશ દેસાઇ સામે કાર્યવાહી હાથ ધરાઇ છે અને કોન્સ્ટેબલ વટવા પોલીસમાં ફરજ બજાવે છે.

રીક્ષા ચાલકનો વાક હોવાની વાત પોલીસે કરી

અ.પો.કોન્સ પ્રકાશભાઇ વેરશીભાઇ બ.નં-૧૨૪૧૪ નોકરી વટવા પોલીસ સ્ટેશનમાં છે અને તેઓ અમદાવાદ સેસન્સ કોર્ટમાં નોકરી કરે છે, તો પોલીસે બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ કરતા ટેસ્ટ પોલીસકર્મીનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેનું પંચનામુ કરવામાં આવેલ છે તેમજ બનાવ સ્થળની મુલાકાત લઇ જોતા રીક્ષા ચાલકનો વાંક હોય કાયદેસરની ફરિયાદની કાર્યવાહી કરવામાં આવેલ છે.

[[$alsoread]]

અમદાવાદમાં પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત

અમદાવાદના કૃષ્ણનગર ચાર રસ્તા પાસે પોલીસે અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે, સરકારી ગાડીના ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, તો પોલીસકર્મી નશામાં હતો કે કેમ તેને લઇ તપાસ શરૂ કરવામાં આવી છે, તો મહત્વનું છે કે, અમદાવાદમાં ઘણા અકસ્માતો એવા થયા છે જેમાં પોલીસકર્મી નશામાં હોય અને તેમણે અકસ્માત સર્જયો હોય, રાણીપ વિસ્તારમાં પણ આવી ઘટના અગાઉ બની હતી જેમાં પોલીસકર્મીએ નશાની હાલતમાં અકસ્માત સર્જયો હતો.


  • Follow us on: