ગામડાઓમાં તો દારૂને લઈ જનતા રેડ પડતી હોય છે, તો હવે મેગાસિટી અમદાવાદમાં પણ સ્થાનિકોએ દારૂ મળતા હોવાના આક્ષેપ સાથે સેટેલાઈટના જોધપુર વિસ્તારમાં જનતા રેડ કરી પોલીસને બોલાવી હતી, તો પોલીસનું કહેવું છે કે, અહીંયા દારૂ મળતો નથી, જનતા દારૂ સુધી પહોંચી ગઈ અને પોલીસ હજી પણ માનવા માટે તૈયાર નથી.


[[$googlead]]

અમદાવાદના જોધપુર વિસ્તારમાં જનતા રેડ

અમદાવાદના જોધપુર વિસ્તારમાં જનતાએ દારૂ રેડ પાડી હોવાની વાત સામે આવી છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, આવાસના મકાનમાં દારૂ મળે છે અને લોકો દારૂ પીવે છે અને વિસ્તારમાં ટંટો ઉભો કરે છે, ત્યારે સ્થાનિકોએ ભેગા મળીને જનતા રેડ કરી હતી, તો પોલીસે જનતા રેડ થઈ ન હોવાનો દાવો કર્યો છે, શું ખરેખર આવાસના મકાનોમાં દારૂ મળે છે અને જો મળે છે દારૂ તો તે પોલીસ સ્ટેશનના વિસ્તારના પીઆઈ સાહેબને કેમ ખબર નથી, અને ખબર છે તો રૂપિયા લઈ બુટલેગરને છાવરવામાં આવે છે ?

[[$alsoread]]

દારૂના વેચાણના આક્ષેપ સાથે જનતા રેડ

આવાસ યોજનાના મકાનમાં દારૂના વેચાણના આક્ષેપ સાથે જનતા રેડ કરવાના વાત છે, કેટલાક બ્લોક આગળથી દારૂની થેલી મળ્યાનો દાવો સ્થાનિકો કરી રહ્યાં છે, તો આ સમગ્ર ઘટનામાં સ્થાનિકોની સાથે કોર્પોરેટર પણ પહોંચ્યા હતા, કોર્પોરેટર પ્રવિણા પટેલે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને પોલીસ દોડતી થઈ હતી, પોલીસે તપાસ કરતા દારૂ ન મળ્યા હોવાનો દાવો પોલીસનો છે, પોલીસનું કહેવું છે કે, આક્ષેપ કરનાર લોકોની હાજરીમાં તપાસ કરી છે, ગોપાલ આવાસના મકાનમાં તપાસ કરાઇ હોવાનો પોલીસનો દાવો છે.

ડીસીપી ઝોન 7 સાહેબ આ શું છે તમારા વિસ્તારમાં !

અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારોમાં ઝોન પ્રમાણે ડીસીપી છે, તો જોધપુર એ ઝોન 7માં આવેલું છે અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનની હદ લાગે છે ત્યારે સેટેલાઈટના પીઆઈ ચૌધરી સાહેબ આ મામલે તપાસ કરો, જો જનતાને ખબર પડતી હોય તો તમારા સ્ટાફને કેમ ખબર નથી રહેતી કે દારૂ મળે છે કે નથી મળતો, તમારા રૂપિયાના ચક્કરમાં સ્થાનિકોને હેરાનગતિ થાય એ નહી ચલાવી લેવાય.

  • Follow us on: