કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવી આચાર્યએ તેની પત્નિ સહિત સાસરિયા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. પત્નિએ કેફી પીણુ પિવડાવી 11 લાખ પડાવી લીધા, ઉપરાંત પરિવારને બદનામ કરી 100 કરોડ રુપિયા પડાવવાનુ કાવતરુ રચી રહ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સાથે જ તેની પત્નિ સંપુર્ણ સ્ત્રી નથી તે જાણતા હોવા છતાં, પરિવારે રુપિયા પડાવવા તેની સાથે લગ્ન કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.


કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવી આચાર્ય વજેન્દ્ર પ્રસાદ પાંડે
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવી આચાર્ય વજેન્દ્ર પ્રસાદ પાંડેએ ઘાટલોડીયા પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે. પત્નિ અવંતિકા શુક્લા, સસરા અજયશંકર શુક્લા, સાસુ વૈશાલી શુક્લા, સાળો ગોકુલ શુક્લા લગ્ન કરાવનાર શશીકાંત તિવારી અને ગોપાલ પાંડે વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે, પત્નિ અવંતિકા શુક્લા સંપૂર્ણ સ્ત્રી નથી તે વાત પરિવારજનો જાણતા હોવા છતાં છેતરપિંડીથી લગ્ન કરાવ્યા છે. આ ઉપરાંત હનીમુન સમયે પણ અવંતિકા એ સફેદ કેફી પાવડર પીવડાવી અન્ય સ્ત્રી સાથે નિરવસ્ત્ર હાલતમાં ઝડપાઈ હોવાનો આક્ષેપ થયો છે, ત્યારબાદ આરોપી અવંતિકાએ પુરુષમાં નહી પરંતુ સ્ત્રીમાં રસ હોવાનું જણાવ્યુ હતુ, જે બાદ ફરિયાદ નોંધાઈ છે.

અવંતિકાએ અવાર-નવાર રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે
ફરિયાદી દ્વારા આરોપ કરવામાં આવ્યો છે કે, તમામ આરોપીઓ દ્વારા 1-11-2023 થી 27-11-2024 સુધીમાં આ છેતરપિંડી કરી છે. ઉપરાંત પરિવારને મારી નાખવાની ધમકી આપી 100 કરોડ રુપિયા પડાવી લેવાનુ કાવતરુ રચ્યુ હતુ, ફરિયાદીને પત્નિ પર શંકા જતા અવંતિકાના સોશિયલ મિડીયા પર નજર કરતા અન્ય સ્ત્રી સાથેના મેસેજ મળી આવ્યા હતા જેમાં પરિવારને બદનામ કરી 100 કરોડ રુપિયા પડાવી લેવાનું કાવતરુ રચ્યુ હતુ, જે બાદ અવંતિકાના પરિવારને જાણ કરતા તેના પિતાએ પણ પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી, સાથે જ અવાર નવાર આરોપીએ ફરિયાદી પાસેથી પણ રુપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહ્યું
એક તરફ પોલીસ આ કેસની ફરિયાદ નોંધી તપાસ કરી રહી છે. તેવામા જ ફરિયાદીની પત્નિ અવંતિકાના પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે, જોકે સંદેશ ન્યુઝ તેની પુષ્ટી નથી કરતી, જે પત્રમા તેનો પતિ તથા તેના સાસરીયાઓ બળજબરી થી કોઈ દવા પિવડાવે છે. તથા પતિ પ્રાણીઓની જેમ શારીરિક સંબંધ રાખે છે જેવા આરોપ મુકવામાં આવ્યા છે. જેથી પોલીસે આ તમામ અલગ અલગ મુદ્દે તપાસ શરુ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શુ નવી હકીકત સામે આવે છે. તે જોવુ મહત્વનું છે. 
  • Follow us on: