અમદાવાદના પાલડી વિસ્તારમાં ચોરીની ઘટના બની છે, દુકાન પાછળની ફેન્સિંગ તોડી તસ્કરે ચોરી કરી છે, કાજુકતરીના 6 પેકેટ અને ઘીના 27 પાઉચની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને પાલડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


અમદાવાદમાં તહેવાર આવતા તસ્કરો થયા સક્રિય

અમદાવાદમાં તહેવાર આવતા તસ્કરો સક્રિય થયા છે અને કાજુકતરીના 6 પેકેટ્સ અને ઘીના 27 પાઉચ અને રોકડ રકમની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે, પાલડીના સુખીપુરા ગાર્ડન નજીકના અમૂલ પાર્લરમાં આ ઘટના બની છે, દુકાનની પાછળના ભાગે લગાવેલા ફેનસિંગ જાળી તોડીને તસ્કરોએ ચોરી કરી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને પાલડી પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે. તહેવારનો સમયે મકાન બંધ હોવાથી અને લોકો ફરવા જતા હોવાથી ચોરીની ઘટનાઓ બનતી હોય છે.

તહેવારના સમયે તસ્કરો બને છે વધુ સક્રિય

અમદાવાદનો પાલડી વિસ્તાર પોશ વિસ્તાર છે અને આ વિસ્તારમાં વધારે મકાનોમાં ચોરીની ઘટના બનતી હોય છે, સુખીપુરા પાસે ચોરીની ઘટના બની છે જેમાં તસ્કરે મોઢે કપડુ બાંધ્યું છે અને ચોરીને અંજામ આપ્યો છે, પહેલા ખાનું ખોલીને રોકડ લે છે અને ત્યારબાદ કાજુકતરી અને ઘીના પાઉચની ચોરી કરે છે. એકલો તસ્કર આવે છે અને ચોરીની ઘટનાને અંજામ આપે છે, સીસીટીવીના આધારે વાત કરીએ તો આ તસ્કરની સાથે અન્ય કોઈ જોવા મળ્યું નથી, જાણભેદુએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે છે, પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તહેવારોના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારે તે જરૂરી બન્યું છે, અને તહેવારો સ્થાનિકો પણ જો લાંબો સમય માટે ફરવા જતા હોય તો તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ જાણ કરવી જરૂરી છે, જેટલી ફરજ પોલીસની છે તેનાથી વધારે ફરજ સ્થાનિકોની પણ બને છે.
  • Follow us on: