અમદાવાદ (Ahmedabad) શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ ગણાતા વસ્ત્રાપુર (Vastrapur) વિસ્તારમાંથી ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોની લાગણી સાથે ચેડાં કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અહીં આવેલી પ્રખ્યાત ફૂડ બ્રાન્ડ દમસફર યુનાઈટેડ ફૂડ બ્રાન્ડ (Damsafar United Food Brand) ની એક હોટલ/રેસ્ટોરન્ટ દ્વારા ગ્રાહકને શાકાહારી ભોજનને બદલે માંસાહારી (નોનવેજ) વાનગી પીરસવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ ગંભીર બેદરકારીના કારણે ગ્રાહકોની ધાર્મિક આસ્થા અને આરોગ્ય બંને સાથે ગંભીર ચેડાં થયા છે.
બે યુવતીઓની સાહસિક ફરિયાદ રંગ લાવી
પ્રાપ્ત વિગતો અનુસાર, રેસ્ટોરન્ટમાં ખાવા ગયેલી બે યુવતીઓ દ્વારા શાકાહારી (Veg) વાનગીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ રેસ્ટોરન્ટની ગંભીર ભૂલના કારણે તેમને નોનવેજ (Non-Veg) વાનગી પીરસવામાં આવી હતી. આ બાબત ધ્યાને આવતા જ બંને યુવતીઓએ તાત્કાલિક ધોરણે આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ફૂડ વિભાગમાં લેખિત તથા મૌખિક ફરિયાદ નોંધાવી હતી. યુવતીઓની આ જાગરૂકતાના કારણે વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.
