અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં ઝોન-2 DCPની ટીમ દ્વારા દારૂના ગેરકાયદે વેપાર સામે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે એક ગોડાઉન પર અચાનક દરોડો પાડીને 20 લાખની કિંમતનો 377 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
કુલ 28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
આ દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે દારૂની હેરાફેરીમાં વપરાયેલ આઈસર ટ્રક, ટેમ્પો અને 2 મોબાઈલ ફોન સહિત કુલ 28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગોડાઉન માત્ર 2 દિવસ પહેલાં જ ભાડે રાખવામાં આવ્યું હતું અને ખૂબ જ ટૂંક સમયમાં આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ત્યાં ઉતારી દેવામાં આવ્યો હતો.
