અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા ચાર રસ્તા પાસે જાહેરમાં મારા મારી અને છરી મારવાના વીડિયો વાયરલ થયો હતો. જે મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બાઈક ઓવર ટેક કરવા બાબતે બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


અદાવત રાખીને હુમલો કર્યો

વેજલપુર પોલીસની ગિરફ્તમાં રહેલા આ આરોપીઓના નામ દિલીપ ચૌહાણ, રાહુલ ખટીક અને ગોપાલ ખટીક છે. ત્રણેય આરોપીઓ ઓઢવ વિસ્તારના રહેવાસી છે અને સરખેજ વિસ્તારમાં પોતાના સગાના ત્યાં આવ્યા હતા. તે સમયે ગત 31 ઑગસ્ટના રોજ સાંજે ફરિયાદી અમન શેખ સાથે બાઈક ઓવર ટેક બાબતે કઈ બબાલ થઈ હતી અને જેને લઈ તે અદાવત રાખી સોનલ સિનેમા પાસે અમન પોતાના મિત્રો સાથે હતા, ત્યારે આરોપીઓ જાહેરમાં છરીઓ કાઢી બબાલ કરી અને એક બીજા પર હુમલો કર્યો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા કાર્યવાહી શરૂ કરી

પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈને તપાસ કરતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે આ કેસમાં વધુ 2 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગુનાનો ફરિયાદી વાડજ પોલીસ સ્ટેશનના ધમકીના એક ગુનામાં ફરાર હતો. જેથી તેને પણ વાડજ પોલીસે કિન્નર સના દે સાથેના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે આરોપી અને ફરિયાદી વચ્ચે બાઈક ઓવર ટેક લઈને બબાલ થઈ હતી કે અન્ય કોઈ કારણ હતું? હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ આરોપી અને ફરિયાદના ગુનાહિત ઈતિહાસ અંગે પણ તપાસ શરુ કરી છે. જેથી આરોપી વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરી શકાય. 

  • Follow us on: