અસારવા સિવિલ હોસ્પિટલમાં મેડીકલ લિકર પરમીટના નામે ચાલતા કૌભાંડનો સંદેશ દ્રારા પર્દાફાશ કરતા હવે તપાસનો ધમધમાટ શરુ થયો છે .જેમાં 9 અરજદારના મેડીકલ લીકર પરમીટના 1.80 લાખ રુપિયા ચાઉ કરી જનારા લીકર પરમીટ વિભાગમાં ફરજ બજાવતા સિનિયર કર્લાક સહિત 3 કર્મચારીઓની શાહીબાગ પોલીસે ધરપકડ કરી હતી.આ કેસમાં હોસ્પિટલ તંત્રે પોલીસને એક રિપોર્ટ તૈયાર કરીને આપ્યો છે.તેમાં 257 રસીદો ખોટી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.એટલે કે કુલ 50 લાખથી વધુનું કૌભાંડ હોવાનું સામે આવ્યુ છે.
સિવિલના તબીબી અધિક્ષકે તપાસ શરુ કરાવી
ડોકટર જયંત સોલંકી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફ્સિર અને લીકર પરમિટની કામગીરી બાબતનો વધારાનો ચાર્જ પણ છે.સિવિલ હોસ્પિટલના 'ઓ' બ્લોકમાં લીકર પરમીટની ઓફિસમાં નવા પરમીટ માટે 25000 અને રીન્યુઅલ માટે 20000ની ફી લેવામાં આવે છે.જે નિયમ મુજબ રોગી કલ્યાણ સમિતિના બેંક એકાઉન્ટમાં માત્ર ઓનલાઇન જ જમા કરાવવાની હોય છે.જો કે કેટલાક લીકર પરમિટ ધારકો પાસેથી રુપિયા લઈને રસીદ પણ અપાઈ હતી જો કે આ નાણા સિવિલના બેંક એકાઉન્ટમાં જમા થતા ન હતા.આ કૌભાંડને સંદેશ ન્યૂઝે ઉજાગર કરતાં સિવિલના તબીબી અધિક્ષકે તપાસ શરુ કરાવી હતી.
