અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વૃદ્ધ શિક્ષિકા અને તેમના પતિને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ઠગો ૩૩ લાખ ચાંઉ કરી ગયાની વધુ એક ઘટના અમદાવાદ સાયબર સેલમાં સોમવારે પ્રકાશમાં આવી છે. એટીએસ અધિકારી તરીકે સાયબર ઠગે ઓળખ આપી નિવૃત્ત શિક્ષિકાને જણાવ્યું કે, એટીએસએ આતંકીના ફાર્મમાં રેડ કરતા તમારા પતિનું આધારકાર્ડ અને હથિયારો મળ્યા છે. તમે પતિ-પત્ની શંકાના દાયરામાં હોવાથી તમારી ધરપકડ કરવી પડશે.

આરોપીઓએ 33 લાખ ટ્રાન્સફર કરાવ્યા

આ રીતે ડરાવી ધમકાવી વૃદ્ધ દંપતીના રોકાણની વિગતો મેળવી આરોપીઓએ 33 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.બીજા 33 લાખ ટ્રાન્સફર કરવાના હતા જો કે, સહી મેચ ના થતા બેંકમાં નાણાં ટ્રાન્સફર ના થતા અને દંપતીએ બહેન-બનેવી સાથે વાત કરતા પૈસા બચી ગયા હતા. મહિલાને અજાણી વ્યક્તિનો વોટસએપ કોલ આવ્યો અને એટીએસના અધિકારી તરીકે ઓળખ આપીને હિન્દીમાં વાત કરતા શખ્સે ટેરરીસ્ટ આશીફના ફાર્મમાં રેડ કરતા હથિયાર, રોક્ડ અને આધારકાર્ડ જપ્ત કર્યા છે જેમાં તમારા પતિનું આધારકાર્ડ મળ્યું છે.

આતંકીઓએ તમારા પતિના નામે બેંક ખાતું ખોલાવ્યું

સાયબર ઠગોએ વૃદ્ધાને જણાવ્યું કે, પહેલગામમાં આતંકીઓએ તમારા પતિના નામે બેંક ખાતું ખોલાવ્યું છે.બાદમાં અન્ય અધિકારીએ તમે તમારા બેંક ખાતાની એફડી તોડી અમે આપેલા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરો. તમે આ કેસમાં નિદોર્ષ જાહેર થશો ત્યારે પૈસા પરત મળી જશે તેમ કહ્યું હતું.આ રીતે દંપતીએ 33 લાખ ટ્રાન્સફર કર્યા બાદમાં જોઈન્ટ એકાઉન્ટમાં રહેલાં 30 લાખ ટ્રાન્સફર કરવા પ્રોસેસ કરી હતી. જો કે, બેંકમાંથી સહી મેચ ના થતી હોવાનો કોલ આવતા સોમવારે ફરી બેંક પર આવવા જણાવ્યું હતું. આ દરમિયાન દંપતીને શંકા જતા તેમના બહેન-બનેવી સાથે વાત કરતા ડિજિટલ એરેસ્ટ ફ્રોડ થયાનું તેઓએ જણાવ્યું હતું.


આ પણ વાંચોઃ Local body election: છેલ્લી ઘડીએ ખેલ પડવાના ડરથી કોંગ્રેસે ઉમેદવારોને ગુપ્ત સ્થળે સંતાડી દીધા