અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી સાયબર ક્રાઈમ પોલીસે આંતરરાષ્ટ્રીય ફ્રોડ કરી રહેલા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. આ કોલ સેન્ટર મારફતે વિદેશી નાગરિકોને નિશાન બનાવીને છેતરપિંડી કરવામાં આવતી હતી. ખાસ કરીને કેનેડિયન નાગરિકોને ફોન કરીને બેંક કર્મચારી તરીકે ઓળખ આપી તેમને ડરાવીને ગિફ્ટ કાર્ડ દ્વારા નાણાં પડાવવામાં આવતા હતા.
અમદાવાદના ચાંદખેડામાં કોલસેન્ટર ઝડપાયું
સાયબર ક્રાઈમની ટીમે મળેલી ચોક્કસ માહિતીના આધારે ચાંદખેડા વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે ચાલતું કોલ સેન્ટર ઝડપ્યું હતું.કાર્યવાહી દરમિયાન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.આરોપીઓ વિદેશી નાગરિકોને ફોન કરીને તેમના બેંક ખાતામાં સમસ્યા છે અથવા સુરક્ષા તપાસ ચાલી રહી છે તેવી ખોટી વાતો કહી તેમને ગભરાવી દેતા હતા.ત્યારબાદ સમસ્યા ઉકેલવા માટે ગિફ્ટ કાર્ડ ખરીદીને તેની કોડ શેર કરવા માટે દબાણ કરતા હતા.










