ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. આ ઈ-મેઈલ મળતા જ પોલીસ અધિકારીઓ દોડતા થયા છે. અને કોર્ટ રૂમમાં તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ બ્લાસ્ટથી ગુજરાત હાઇકોર્ટને ઉડાવી દેવાનો ઈ-મેઈલ મળતા જ સફીન હસન સહિત અધિકારીઓએ ઈ-મેઈલ ક્યાંથી આવ્યો છે. અને કોણે મોકલ્યો છે તે અંગે તપાસ શરુ કરી હતી. હાઈકોર્ટના ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અને ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી છે.
ધમકીભર્યો ઈ-મેઈલ મળતા અધિકારીઓ દ્વારા તપાસ
ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેલ મળતાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ પોલીસ અધિકારીઓ દોડતા થાય છે. અગાઉ પણ મહત્ત્વના સ્થળોએ બોમ્બ મુક્યા હોવાની ધમકી આપવામાં આવી હતી. અને ઈ-મેઈલ દ્વારા ખૌફ ફેલાવવામાં આવ્યો હતો. આ ઈ-મેઈલ બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી.
અગાઉ પણ આવ્યા છે ધમકીભર્યા ઈ-મેઈલ
અગાઉ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટા મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ ઈ-મેઈલ મારફતે આપવમાં આવી હતી. આ ઈ-મેઈલ બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. પણ વાંધાજનક વસ્તુઓ ન મળતા પોલીસ અને જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યાં પણ લોકોના ટોળા એકત્ર થતા હોય છે. ત્યાં પોલીસ બંદોબસ્ત હોવો જરુરી છે. કારણ કે આવા સ્થળો ગુનેગારો માટે મહત્ત્વના સાબિત થાય છે.









