પોલીસ પંચાતમાં ગયા એપીસોડમા પોલીસની વિવિધ સક્રિય કામગીરીથી લઈ ક્યાં કાચુ કપાય તે ત્યાં સુધીનું મુદ્દાવાર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું જે બાદ લખવામાં આવેલી ઘણી બધી વિગતો એવી છે કે જેના પર અસરકારક પગલા તો લેવાયા સાથે પોતાની જ મસ્તીમા મગન રહેલા દાદાઓને મૂછો વાળવાનો સમય પણ ન મળ્યો. પોલીસ પંચાતમાં અમે એ વિગતો બહાર લાવીએ છે કે જે વાચકોને ક્યારેય ખબર તો પડવાની જ નોહતી પણ જેને આ વિગતો પરથી બોધપાઠ લેવાનો છે તે તો કમસેકમ સુધરી જાય એવા પ્રયાસો રહે છે.


ચાંદખેડામાં વહિવટદાર નવીન કોના જોરે કુદકા મારે છે?
તાજેતરમાં LCB દ્વારા શહેરના ચાંદખેડા વિસ્તારમાં દારૂ મુદ્દે રેડ કરવામાં આવી હતી અને મુદ્દામાક પણ ઝડપાયો હતો. પોતાના નાક નીચે જ કોઈ બીજી ટીમ કામગીરી મુદ્દે નાક કાપી જાય છે અને સ્થાનિક પોલીસ મથકમાં નવીન નામ ધરાવતો કોઈ કર્મી પોતાની ફાંકા ફોજદારી છોડતો નથી. આ પોલીસ મથકમાં ચર્ચાતી વાતો એમ કહે છે કે નવીન જેમ કહે છે તેમજ થાય છે અને વહિવટની સારી સમજ રાખતો નવીન જો કે કામગીરી મુદ્દે પોતાની જુની છાપ છોડી ચુક્યો છે. નવીનનો અગાઉ બે પોલીસ સ્ટેશનમાં ડીઈઓ પણ થયેલો છે અને તે કે કંપનીમાં પણ ફરજ બજાવી ચૂકયો છે છતા પણ ચાંદખેડા પોલીસ મથક માટે આ ઘેલુ કયા મુદ્દે છે તે જાણવું જરૂરી છે. આ નવા નક્કોર બાંધકામો, દારૂ-જુગારના અડ્ડા, પરમિશન કે પછી ચાલતા ખુલ્લેઆમ સ્પાની બંધબારણાની ભાગીદારી તો જવાબદાર નથી ને?

પૂર્વ વિસ્તારના પી.આઈઓમાં અચાનર બ્રહ્મજ્ઞાન લાદ્યુ, દારૂમા તમામ અડ્ડા બંધ જોઈએ
તાજેતરમાં ઘાટલોડિયા વિસ્તારમાં દારૂના અડ્ડા પર સ્ટિંગ ઓપરેશન કરી લેવાયા બાદ તેની અસરમાંથી પોલીસ અધિકારીઓ બહાર નથી આવી રહ્યા. પોલીસ ઈન્સ્પેક્ટરો દમ મારીને કહે છે કે દારૂના અડ્ડા બંધ જોઈએ નહીંતર સખત કાર્યવાહી કરવામાં આવશે. હવે આ પહેલા તો આવા અડ્ડા બરોબરના ધમધમતા હતા એ તરત બંધ થઈ જશે? એક મોટી એજન્સી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે, શહેરમાં દેશી દારૂના અડ્ડા અને જુગાર જો ચાલતા હોય તો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે નહીતર કેસ કરવામાં આવશે, ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘણા પોલીસ સ્ટેશનના પીઆઈ પોતાની નોકરી પર ડાઘ ના લાગે તેને લઈ સતર્ક બની ગયા છે, સૂત્રો તરફથી એવી માહિતી મળી છે કે, ઘણા પોલીસ સ્ટેશનના પીઆઈએ ડીસ્ટાફને બોલાવી દમ માર્યો છે કે દેશી દારૂના અડ્ડા અને જુગાર જો ચાલુ હોય તો તાત્કાલિક ધોરણે બંધ કરાવો નહીતર તમારી સામે પણ કાર્યવાહી થશે તેવી વાતે પોલીસબેડામાં ચર્ચા જગાવી છે.

શહેરના ઘણા PIને હવે IPSની બદલીમાં રસ પડયો !
અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા ઘણા IPS અધિકારીઓ પણ બદલીની રાહે બેઠા છે, એક એજન્સીમાં ફરજ બજાવતા IPS અધિકારીને પણ બીજી એજન્સીનો ચાર્જ છે એટલે એક આઈપીએસ અધિકારીને બે એજન્સીમાં કામ કરવું પડી રહ્યું છે, ત્યારે શહેરમાં ઘણા પોલીસ સ્ટેશનના પીઆઈઓ અંદરો અંદર ચર્ચા કરી રહ્યાં છે કે, અમારી બદલી તો આવતી નથી પણ હવે આઈપીએસ અધિકારીઓની બદલી આવે તો સારૂ છે, તો ટૂંક સમયમાં પીઆઈની બદલીઓ તો આવી રહી છે, પરંતુ આઈપીએસ અધિકારીઓની બદલી કયારે આવશે તેનો કોઈ ચોક્કસ સમય નથી.

અમદાવાદ પોલીસના આઉટ સોર્સના ડ્રાઈવરનો પગાર કેમ અટકી ગયો !
અમદાવાદ શહેરમાં આઉટ સોર્સના ડ્રાઈવરની નિમણૂંક કરવામાં આવી છે અને તે ડ્રાઈવર પોલીસ સ્ટેશનના પીઆઈને લેવા મૂકવા જવાનું પણ કામ કરતા હોય છે અને નાના મોટા પોલીસ સ્ટેશનના કામ કરતા હોય છે, આ ડ્રાઈવરની નિમણૂંક પોલીસના એમટી વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ખાનગી 3 એજન્સીને આ ડ્રાઈવરના પગાર ચૂકવણીની કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ સૂત્રો તરફથી માહિતી મળી છે કે, આ એજન્સી સમય પ્રમાણે આઉટ સોર્સના ડ્રાઈવરને પગાર ચૂકવતી નથી જેના કારણે હો હા થઈ ગઈ છે, એક મહિનાનો પગાર આવે તો બાકીના બે મહિનાનો પગાર ના આવે અને પગારમાં ધાંધિયા થઈ રહ્યાં છે, એજન્સીને એટલું જ કહેવું છે કે, જેમ તમારે પણ રૂપિયાની જરૂર હોય છે તેમ નાના માણસોને પણ રૂપિયાની જરૂર હોય છે અને સામાન્ય પગારમાં નાના ડ્રાઈવરનું ઘર ચાલતું હોય છે. આશા છે કે હવે આ મુદ્દે જલ્દીથી બાકી પગાર પણ એજન્સી કરી આપશે.

વાસણા પોલીસ સ્ટેશનના PIએ એવી કામગીરી કરી કે વિધવાએ કહ્યું, ભગવાન તમને ખૂબ સુખી કરે
પોલીસ સ્ટેશનમાં ખાલી દારૂ અને જુગારની વાત નથી હોતી, પરંતુ ઘણા અધિકારીઓ એવા પણ હોય છે જેમની નજર નાનામાં નાની વાત પર પણ હોય છે, ત્યારે એક કિસ્સો એવો બન્યો હતો કે, વર્ષ 2022માં વાસણા વિસ્તારમાં એક મિલકત પડાવી લેવાના કિસ્સામાં અનેક અરજીઓ થઈ હતી, ત્યારે ખોટા દસ્તાવેજના આધારે મિકલત આરોપીઓ દ્વારા પચાવી પાડવમાં આવી હતી અને એક વિધવા મિલકત લેવા માટે આજીજી કરતી હતી, ત્યારે પીઆઈને આ વાત ધ્યાને આવતા તેમણે યોગ્ય તપાસ કરી અને મિલકત જે તે વ્યકિતને પરત અપાવી હતી, જે આરોપીઓ દ્વારા આ મિલકત પચાવી પાડવામાં આવી હતી તે આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધીને તેમને જેલ હવાલે કરી દીધા છે અને પીઆઈની આ કામગીરીથી વિસ્તારમાં પણ તેમની વાહ વાહ થઈ રહી છે.
  • Follow us on: