અમદાવાદ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. કાગડાપીઠ વિસ્તારમાંથી યુવકનું અપહરણ કરી મેઘાણીનગરમાં જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. જાહેરમાં રોડ વચ્ચે 10થી વધુ લોકોએ ઘાતક હથિયાર સાથે યુવક પર તૂટી પડ્યા હતા. જ્યા યુવકના ભાઈ પર હુમલો થયો હતો, એ જ જગ્યા પર યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. આ હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયયનો માહોલ ફેલાયો છે. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

યુવકનું અપહરણ કરી જાહેરમાં ઘાતકી હત્યા

કાગડાપીઠ પોલીસે આરોપીઓ સામે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કર્યો છે. કાગડાપીઠ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. વિજય વાઘેલા, શૈલેષ ગૌતમ, પુનમ પટણીની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે ગુનામાં વપરાયેલી બે રીક્ષા જપ્ત કરી છે. થોડા દિવસો પહેલા 19 ઓગસ્ટે મેઘાણીનગરમાં બબાલ થઇ હતી, સતીશ અને તેની ગેંગે વિપુલ પર હુમલો કર્યો હતો.

અમદાવાદમાં ધોળા દિવસે હત્યાથી ફફડાટ ફેલાયો

આ ઘટનામાં મૃતક સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો, મુખ્ય આરોપી વિજય ઉર્ફે બટ્ટાનો ગુનાહિત ઇતિહાસ છે. કુલ 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસની 5 ટીમ બનાવીને વિજય વાઘેલા, શૈલેષ ગૌતમ, પુનમ પટણી નામના આરોપીને ઝડપી પાડ્યા છે. CCTV ફૂટેજ અને પૂછપરછ આધારે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ધોળા દિવસે હત્યાથી ફફડાટ ફેલાયો છે.
  • Follow us on: