અમદાવાદમાં નોંધાયેલા લૂંટ વિથ અપહરણના ગંભીર ગુનામાં ગ્રામ્ય LCB (સ્થાનિક ગુના શોધક શાખા) એ ઝડપી કાર્યવાહી કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ આંગડિયા પેઢીના એક કર્મચારીનું અપહરણ કરીને લૂંટને અંજામ આપ્યો હતો.


અમદાવાદમાં લૂંટ વિથ અપહરણ કેસ

આરોપીઓએ આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કર્યું હતું અને તેમને નંબર પ્લેટ વગરની ગાડીમાં બેસાડીને સુરેન્દ્રનગર ખાતે લઈ ગયા હતા. ત્યાં કર્મચારીને ઉતારી દઈને આરોપીઓએ લૂંટ ચલાવી હતી.ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય LCB ની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીઓ છેલ્લા એક મહિનાથી આ અપહરણ અને લૂંટના ગુનાને અંજામ આપવા માટે રેકી કરી રહ્યા હતા.

ગ્રામ્ય LCBએ 4 આરોપીઓની કરી ધરપકડ

ગ્રામ્ય પોલીસે હાલમાં ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેમાં લૂંટનો મુદ્દામાલ કબજે કરવો અને ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે જાણવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

  • Follow us on: