અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના માંડલ પંથકમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માંડલ તાલુકાના કાચરોલ ગામે અજાણ્યા શખ્સ દ્વારા હાથ બનાવટની દેશી તમંચાથી હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ હાંસલપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બન્યો હતો, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
સદનસીબે કોઈ ઈજા કે જાનહાની નહીં
ઘટનાની જાણ થતાં જ હાંસલપુર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને ઘટના સ્થળે પહોંચીને સઘન તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ ફાયરિંગ કોઈ ઈસમે હવામાં જ કર્યું હતું, જેને કારણે સદનસીબે કોઈ પણ પ્રકારની ઈજા કે જાનહાની નોંધાઈ નથી, જે રાહતની વાત છે.
