અમદાવાદમાં પોપટ ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ગ્રામ્ય LCB એ પોપટ ચોરની ધરપકડ કરી છે. આરોપીએ 1 થી 3.20 લાખની કિંમતના 11 પોપટની આરોપીએ ચોરી કરી હતી. આરોપીએ પેટ શોપમાં રેકી કર્યા બાદ 15 દિવસ પછી ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી દરમ્યાન CCTV બંધ કરી ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી બાદ બે દિવસ ખાનગી જગ્યાએ પોપટને રાખ્યા બાદ વેચવા નીકળતા આરોપી ઝડપાયો છે.
અમદાવાદમાં પોપટ ચોરીનો ભેદ ઉકેલાયો
આ ચોરીની ઘટનામાં કુલ ત્રણ આરોપીઓ સંડોવાયેલા જેમાંથી આરોપી વિશાલની ધરપકડ કરવામાં આવી છે. વિશાલ અગાઉ પણ પશુ ચોરી (બકરા)ની ઘટનામાં પકડાયેલ છે, દિવાળીમાં આરોપીના લગ્ન હોવાથી રૂપિયાની જરૂર માટે આરોપીએ ચોરી કરી હતી. ચોરી કરેલા પોપટને સસ્તા ભાવે વેચે તે પહેલાં જ આરોપી ઝડપાયો અને ચોરી કરેલા પોપટ કબ્જે લેવાયા છે.
લગ્ન હોવાથી રૂપિયાની જરૂર માટે ચોરી કરી
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સ્થિત એક્વેરિયમ શોપનું લોક તોડીને એક શખ્સે દોઢ લાખથી ત્રણ લાખ સુધીના 11 પોપટની ચોરી કરી હતી.આરોપી ગાડી લઈને પોપટની ચોરી કરવા આવ્યા હતો તેણે દુકાનમાં ચોરી કરી હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેણે દુકાનની મેઈન લાઇટ બંધ કરીને શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ લાખો રૂપિયાના વિદેશી પોપટની ચોરી કરી હતી.









