અમદાવાદ અને સુરત પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઝડપાયેલા રૂ. 25.64 કરોડના મસમોટા ડ્રગ્સ પ્રકરણમાં તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલની પ્રેસ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. આ કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે, અને તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે.

મેડિકલ ચેકઅપ વખતે આરોપીનો ભાગવાનો નિષ્ફળ પ્રયાસ

રિમાન્ડ પર રહેલા આરોપીઓને દરરોજની નિયમિત પ્રક્રિયા મુજબ રૂટિન મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન PSI રાવલની કસ્ટડીમાં રહેલા આરોપીએ પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝપાઝપીમાં PSI રાવલને ઈજાઓ પહોંચી હતી. જોકે, પોલીસની સતર્કતાથી ભાગવાનો આ પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનથી ડ્રોન મારફતે મોકલાતું હતું ડ્રગ્સ

તપાસમાં બહાર આવ્યું છે કે, આ આરોપીઓ નાગપુરમાં પણ ડ્રગ્સ સપ્લાય કર્યા બાદ ગુજરાત આવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય રેકેટ પાછળ 'રેહમત ગુલ' નામના સપ્લાયરનું નામ મુખ્ય રીતે ખુલ્યું છે, જેણે અફઘાનિસ્તાનથી હાઇ-ટેક ડ્રોન મારફતે આ ડ્રગ્સ મોકલ્યું હતું. જ્યારે પકડાયેલા આરોપી કફીલ અહેમદે આ ડ્રગ્સ સપ્લાય નેટવર્કમાં 'પાયલોટ' તરીકેની મહત્વની ભૂમિકા ભજવી હતી.

Ahmedabad-Surat Police Reveal: Rs 25.64 Crore Drugs Case Linked to Drones from Afghanistan

ATS અને NCB પણ તપાસમાં જોડાઈ, નેટવર્ક તેજ

આરોપીઓનું આ નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત ન હતું, પરંતુ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ડ્રગ્સ મોકલવાના પ્લાન હતા. આ ગંભીર મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને હવે ગુજરાત ATS અને NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) પણ સંયુક્ત તપાસમાં જોડાઈ છે અને દેશવ્યાપી ડ્રગ્સ નેટવર્કને તોડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


આ પણ વાંચો: Ahmedabad: સોલા ગામ તળાવ પાસે ડ્રેનેજ લાઇનમાં 4 મજૂરો ખાબક્યા, ફાયર બ્રિગેડનું તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન