અમદાવાદ શહેરના ત્રાગડ રિંગ રોડ નજીક આવેલા જાણીતા 'VINVIKS કેફે'માં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચાલી રહ્યું હોવાની ગુપ્ત બાતમી સાબરમતી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને કેફેની આડમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની અચાનક આવેલી ટીમને જોઈને કેફેમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
21 હુક્કા અને નિકોટીનયુક્ત ફ્લેવરનો જથ્થો જપ્ત
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મોટા પ્રમાણમાં ગેરકાયદે સામગ્રી જપ્ત કરી છે. જેમાં અલગ-અલગ ફ્લેવરના 21 નંગ હુક્કા અને નિકોટીનયુક્ત ફ્લેવર્ડ તમાકુના 9 ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે આ તમામ મુદ્દામાલ પોતાના કબજે લઈને કાયદેસરની સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
