અમદાવાદ (Ahmedabad) શહેરમાં બેફામ વાહન ચલાવનારા અને ટ્રાફિકના નિયમો નેવે મૂકનારા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના નરોડા (Naroda) વિસ્તારમાં નશાની હાલતમાં પૂરપાટ ઝડપે સ્કોર્પિયો (Scorpio Car) કાર ચલાવીને નિર્દોષ વાહનચાલકોને અડફેટે લેનાર ચાલકને ટ્રાફિક પોલીસે (Traffic Police) ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ ગંભીર ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર મચી જવા પામી છે.
મોટરસાઈકલ અને કારને મારી ટક્કર
પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલા આરોપીની ઓળખ ખોડિયારનગર (Khodiyarnagar) ખાતે રહેતા આકાશ સથવારા (Akash Sathwara) તરીકે થઈ છે. આ આરોપી સોલા (Sola) વિસ્તારમાં આવેલા ખ્યાતનામ કિયા (Kia Motors) ના શોરૂમમાં નોકરી કરતો હતો. તે શોરૂમમાંથી કોઈ ગાડી રિપેરિંગ (Car Repairing) કરવા માટે લઈને રસ્તા પર નીકળ્યો હતો. દરમિયાન, નરોડા વિસ્તારમાં પહોંચતા જ તેણે પોતાની સ્કોર્પિયો કાર પૂરપાટ અને બેફામ ઝડપે ચલાવીને રસ્તા પર જઈ રહેલી એક મોટરસાઈકલ (Motorcycle) તેમજ અન્ય એક કાર સાથે ગંભીર અકસ્માત સર્જ્યો હતો.
