સાણંદ દારુ મહેફિલ પર SP ઓમપ્રકાશ ઝાટનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ અને આ પાર્ટીમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે, કુલ 39 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા હતા અને પ્રતિક સાંઘીના જન્મદિવસની પાર્ટી રાખવામાં આવી હતી.


[[$googlead]]

સંડોવાયેલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયોઃ SP

પ્રતિક સાંઘીના જન્મદિવસની પાર્ટી હતી અને પ્રતિકે મીત પાસેથી દારુ મંગાવ્યો હતો, રેડ દરમિયાન કુલ 20 બોટલો ખાલી મળી હતી અને 5 બોટલો ભરેલી મળી છે, નબીરાઓએ પાર્ટી દરમિયાન 20 દારૂની બોટલો ખાલી કરી છે, તો ફાર્મ હાઉસમાં આ રીતની પાર્ટી રાખવામાં આવશે તો પોલીસ તેની પર નજર રાખશે અને કાર્યવાહી કરશે તે પણ નક્કી છે, પાર્ટીમાં પ્રતિક સાંઘીનું મિત્રવર્તુળ હતુ, મુદ્દામાલ માટે ઉપયોગમાં લેવાયેલ ગાડીની તપાસ ચાલુ છે.

[[$alsoread]]

5 સીલબંધ દારૂની બોટલ મળી આવી

સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્લેડ વન ગોલ્ફ ક્લબ અને રિસોર્ટ ખાતે એક બર્થ ડે પાર્ટીમાં 70 થી 80 લોકો તથા દારૂ હોવાની બાતમી મળેલ. જેના આધારે સાણંદ પોલીસ સ્ટેશનની સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ તથા 2 પંચોને સાથે રાખી રેડ કરવામા આવેલ. બર્થડે પાર્ટીના આયોજક પ્રતીક સાંઘીએ કર્યુ હતુ તેઓ અમદાવાદના રહેવાસી છે, રેડ દરમિયાન હાજર મહિલા પુરુષોની બ્રેથ એનેલાયઝરથી તપાસ કરતા 13 પુરુષો અને 26 મહિલાઓ શંકાસ્પદ પીધેલ હાલતમાં મળી આવેલ જેમને વધુ તપાસણી માટે મેડિકલ બ્લડ સેમ્પલની કાર્યવાહી કરવામાં આવેલ. આ સાથે કુલ 5 સીલબંધ દારૂની બોટલ મળી આવેલ જે કબ્જે કરી સમગ્ર બનાવ બાબતે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.


  • Follow us on: