અમદાવાદમાં ફરી એક વખત પથ્થરમારાની ઘટના બની છે. શહેરના માધુપુરા વિસ્તારમાં બે જૂથ આમને-સામને આવી ગયા છે અને ત્યારબાદ પથ્થરમારો કરવામાં આવ્યો છે. રામલાલના ખાડામાં બે જૂથ વચ્ચે તકરાર થઈ અને તે પછી પથ્થરમારો કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો બાઈક વ્યવસ્થિત ચલાવવાનું કહેતા તકરાર સર્જાઈ છે. તે પછી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને સ્થિતિને કાબુમાં લીધી છે. હાલમાં માધુપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને બનાવ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


[[$googlead]]

અમદાવાદમાં ટેમ્પો પાર્કિંગ બાબતે વેપારી પર હુમલો

થોડા દિવસ પહેલા બાપુનગરના બંસીધર કોમ્પ્લેક્ષમાં નજીવી બાબતમાં એક વેપારી પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાની વાત કરીએ તો બંસીધર કોમ્પ્લેક્ષમાં કાપડનો વ્યવસાય કરતાં વેપારી મનુ ભદ્રેસિયાની દુકાન બહાર પાણી સપ્લાય કરતો એક ટેમ્પો ઉભા રાખતા તે ટેમ્પો ચાલક જીગરને ત્યાંથી ટેમ્પો હટાવી દેવાનું કહેતા જ ઝઘડો કર્યો હતો, જે બાદ ટેમ્પો ચાલક જીગરે અન્ય 3થી ચાર શખ્સોને બોલાવીને વેપારી મનુ ભાઈની દુકાનમાં ઘૂસીને માથાકૂટ કરી વેપારી મનુ અને તેના પુત્ર મીતને લાકડી અને દંડા વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો.

[[$alsoread]]

8 જુલાઈએ વડોદરામાં 2 જૂથ વચ્ચે અથડામણ થયું હતું

તમને જણાવી દઈએ કે 8 જુલાઈએ સંસ્કારી નગરી વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં 2 જૂથ વચ્ચે અથડામણ થયું હતું. ભાણિયારા ગામમાં નજીવી વાતમાં મારામારી થઈ હતી. ટુ-વ્હીલર લઈને પસાર થતી વખતે પાણી ઉડ્યું હતું અને પાણી ઉડતા ઉગ્ર બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. આ મારામારીમાં 3 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ જલોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. 

  • Follow us on: