ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યાં છે અને સબ સલામત હોવાના દાવા કરવામાં આવે છે. તાજેતરમાં વિવાદિત લોકસાહત્યકાર દેવાયત ખવડ તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થયો ત્યારે પોલીસ સ્ટેશનમાં જ તેનું વેલકમ કરવામાં આવ્યું હતું. હવે સુરતમાં ગુજસીટોકના ગુનામાં જેલમાંથી મુક્ત થયેલા આરોપીનો વીડિયો વાયરલ થયો છે. તેના સાગરિતોએ તેનું ફિલ્મી સ્ટાઈલે સ્વાગત કર્યું હતું.


ગુજસીટોક આરોપી આશિષ ઉર્ફે ચીકનાનો વીડિયો વાયરલ

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં ગુજસીટોકના આરોપી આશિષ ઉર્ફે ચીકનાની જેલમુક્તિનો વીડિયો વાયરલ થયો છે. તે જેલમાંથી બહાર આવ્યા બાદ તેના સાગરિતોએ ફિલ્મી સ્ટાઈલે તેનું સ્વાગત કર્યું હતું. બ્લેક કારના મોટા કાફલા સાથે તેનો રોડ શો નીકળ્યો હતો. આરોપીના સાગરિતો બિયરના ટીન સાથે જોવા મળ્યા હતાં. એક જેલ કર્મીએ પણ તેની સાથે હાથ મિલાવ્યો હતો. આ વીડિયો વાયરલ તતાં શહેરમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.

 લોકોએ તેને પગે લાગીને સ્વાગત કર્યું

આશિષ ચીકના બે વખત પાસા હેઠળ જેલમાં જઈને બહાર આવ્યો છે. તેને તાજેતરમાં ગુજસીટોકના કાયદા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યો હતો. તે જ્યારે જેલમાંથી બહાર આવ્યો ત્યારે 50થી વધુ લોકોનું ટોળુ તેની રાહ જોઈને ઉભુ હતું. તે જેવો બહાર આવ્યો લોકોએ તેને પગે લાગીને સ્વાગત કર્યું હતું. કાળી ફિલ્મ વાળી ગાડીઓમાં તેનો રોડ શો નીકળ્યો હતો. પોલીસ લોકોની મિત્ર હોવાના દાવા કરે છે. ત્યારે આવા ગુંડા તત્વોના વરઘોડાથી લોકોમાં ભય ફેલાયો છે.

  • Follow us on: