અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલી બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ 4ના સગીર વિદ્યાર્થીએ વિદ્યાર્થિની પર આઈ લવ યુ લખેલી ચિઠ્ઠી ફેંકવા બાબતે સ્કૂલના આચાર્ય અને શિક્ષિકાએ તેને માર માર્યો હોવાનો આક્ષેપ કરતી ઘટના સામે આવી છે.આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં શિક્ષક અને પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.જ્યારે શાળા સંચાલકે વિદ્યાર્થીને માર મારવા બદલ સંબંધિત શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધા છે.શાળાના સંચાલક દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ મામલે વાલીએ સમાધાન પેટે રૂ.25 લાખની માગણી કરી છે.
સ્કૂલ સંચાલકે શિક્ષિકાને સસ્પેન્ડ કરી
સીટીએમ વિસ્તારમાં આવેલી બ્રાઈટ ઈંગ્લીશ શાળાના ચોથા ધોરણમાં ભણતા 9 વર્ષના સગીર તેના ક્લાસમાં ભણતી વિદ્યાર્થિની પર આઈ લવ યુ લખેલી ચિઠ્ઠી ફેંકવાના આક્ષેપો થયા હતા.જે ચીઠ્ઠી વર્ગ શિક્ષિકાને મળતા તેમણે સગીરની પૂછપરછ કરીને કૂટપટ્ટીથી માર માર્યો હોવાના આક્ષેપો પરિવારે લગાવ્યા છે.સગીરે ઘરે જઈ સમગ્ર બાબત તેની માતાને જણાવતા તેમણે રામોલ પોલીસ સ્ટેશનમાં શિક્ષિકા અને શાળાના પ્રિન્સિપાલ સામે સગીર સાથે અમાનુષી વર્તન અને માર મારવા બદલ ફરિયાદ કરી હતી.રામોલ પોલીસ સ્ટેશનમાં શિક્ષિકા અને શાળાના પ્રિન્સિપાલ પર જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.બીજી બાજુ સ્કૂલ સંચાલકે વિદ્યાર્થીને માર મારનાર શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધી છે. તે ઉપરાંત વાલી સામે સમાધાન માટે 25 લાખ માગ્યાનો આક્ષેપ કરાયો છે.
શાળા પૂર્ણ થયા બાદ બાળક અત્યંત ગભરાયેલો હતો
શાળા પૂર્ણ થયા બાદ બાળક અત્યંત ગભરાયેલો હતો અને પોતાના ઘરે પહોંચ્યો હતો.ઘરે પહોંચતા જ માનસિક રીતે ડરી ગયેલા બાળકે પોતાની જાતને એક રૂમમાં પૂરી દીધી હતી.બાળકના આ અસામાન્ય વર્તનથી માતા-પિતા ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેમણે રૂમનો દરવાજો ખોલાવી પૂછપરછ શરૂ કરી હતી.'સ્માર્ટફોન, શોર્ટ વીડિયો, સોશિયલ મીડિયા રીલ્સ, વેબ સિરીઝ અને એડિંગ એપ્સના સતત સંપર્કને કારણે નાની ઉંમરના બાળકો પણ પ્રેમ, રિલેશનશિપ,I Love You, બ્રેકઅપ જેવા શબ્દો અને વર્તનથી વહેલા પરિચિત થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: સ્કૂલમાં ચાલુ ક્લાસમાં ચોથા ધોરણના વિદ્યાર્થીએ I LOVE YOU લખેલી ચિઠ્ઠી વિધાર્થિની સામે ફેંકી