અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. માત્ર 420 રૂપિયાના ઓનલાઇન પેમેન્ટના વિવાદને લઈને કેટલાક આરોપીઓએ રાત્રિના સમયે એક દુકાન પર ડંડા અને પાઇપોથી હુમલો કરીને તોડફોડ કરી હતી, જેના કારણે ગ્રાહકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ. કોટડીયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ઘટનાની વિગતો આપી હતી.
કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
આશરે 15-20દિવસ પહેલાં આરોપીઓ જમવા આવ્યા હતા અને તેમણે જમવાનું ઓનલાઇન પેમેન્ટ કરવા કહ્યું હતું. માત્ર ₹420નું પેમેન્ટ બાકી હતું. જ્યારે ફરિયાદીએ પૈસા ન આપતા, ત્યારે આરોપી અને ફરિયાદી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની જૂની અદાવતને ધ્યાને રાખીને, ત્રણ જેટલા આરોપીઓ રાત્રિના સમયે એકઠા થયા અને દુકાન પર હુમલો કરવા આવ્યા. રાત્રિના સમયે આવેલા આરોપીઓએ ડંડા, પાઇપો અને છરી જેવા હથિયારોથી હુમલો કર્યો, તોડફોડ કરી અને દુકાનમાં હાજર ગ્રાહકોને ડરાવ્યા હતા.










