અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોબાઈલ ટાવરમાં લાગેલા 5G નેટવર્કના અતિમૂલ્યવાન બેઝ બેન્ડ યુનિટની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે જમ્મુ-કાશ્મીરના એક રીક્ષાચાલક અને તેના સાગરિત સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.ઝડપાયેલા આરોપીઓમાં મુખ્યત્વે જમ્મુ-કાશ્મીરનો ઉત્તમ શર્મા અને તેનો સાગરિત સામેલ છે. ઉત્તમ શર્મા રીક્ષાચાલક હોવા છતાં JIO મોબાઈલ ટાવરમાં લેબર વર્કનું પણ કામ કરતો હતો, જેના કારણે તેને ટાવરના યુનિટની જાણકારી હતી.
ટાવરના બેઝ બેન્ડ યુનિટની ચોરીનો પર્દાફાશ
આ યુનિટની બજાર કિંમત આશરે ₹3.5 લાખથી ₹4 લાખ જેટલી હોય છે. આરોપીઓ આ યુનિટની ચોરી કરીને માત્ર ₹15,000માં દિલ્હી ખાતે વેચાણ કરતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે ચોરી કરાયેલા BBU યુનિટ્સને અંતે સાઉથ એશિયન દેશોમાં વેચવામાં આવતા હતા.આરોપી ઉત્તમ શર્માએ અત્યાર સુધીમાં 20 જેટલા BBU યુનિટ્સની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. તે અને તેનો સાગરિત એક્ટિવા પર નીકળીને JIOના ટાવરોને ટાર્ગેટ કરતા હતા અને ચોક્કસ રૂટ નક્કી કરીને BBUની ચોરી કરતા હતા.










