અમદાવાદમાં શહેરમાં ડિજિટલ એરેસ્ટનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ઠગબાજે મહિલા પાસેથી રૂપિયા 14 લાખ 85 હજાર પડાવ્યા છે. ઠગબાજોએ મહિલાના પતિની ધરપકડ કરવાની ધમકી આપી હતી. મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલા પાસેથી રૂપિયા 14 લાખ 85 હજાર પડાવ્યા
મળતી માહિતી મુજબ આરોપીએ મહિલાને ફોન કરીને પોતાને પોલીસ અધિકારી બતાવ્યો હતો. તેમણે મહિલાને તેમના પતિ સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયો હોવાની ધમકીઓ આપી હતી. સાથે જ મહિલાને ડરાવવા માટે ડિજિટલ એરેસ્ટની ધમકી આપી પૈસા પડાવવા દબાણ કર્યું હતું. મહિલાએ ડરના માર્યા 14 લાખ 85 હજાર ઓનલાઈન ટ્રાન્સફ કરી દીધા હતા.
અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
આ ઘટના બાદ મહિલાએ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે તપાસ કરી રહી છે. ઠગબાજોએ આવા ગુનાઓ કરવા માટે ઓનલાઈન પ્લટફોર્મનો ઉપયોગ કરતા હોય છે. સાયબર ક્રાઈમ પોલીસ લોકોને સાવચેત રહેવા અપીલ કરી રહી છે. કોઈ પણ આ રીતે નાણાકીય વ્યવહાર કરતા પહેલા પોલીસનો સંપર્ક કરવો જોઈએ.









