અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અત્યંત સનસનાટીભરી અને શરમજનક ઘટના સામે આવી છે. આરોપી જુનેદ ઉર્ફે અરમાન શેખે એક સગીરા સાથે સંપર્ક કેળવી તેને લગ્ન કરવાની ઝાડમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાના ઘરે અને મણીનગર વિસ્તારની વિવિધ હોટલોમાં લઈ જઈ તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાં સગીરાના અશ્લીલ વીડિયો રેકોર્ડ કરી લીધા હતા.
મિત્ર સાથે સંબંધ બાંધવા દબાણ અને બ્લેકમેઇલિંગ
આરોપીની દાનત આટલેથી અટકી ન હતી. તેણે રેકોર્ડ કરેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપી સગીરાને સતત બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, આરોપી જુનેદ પોતાના મિત્ર સાથે પણ શારીરિક સંબંધ બાંધવા માટે સગીરા પર માનસિક અને શારીરિક દબાણ કરતો હતો અને જો તે ના પાડે તો વીડિયો ઈન્ટરનેટ પર મૂકી દેવાની ધમકી આપતો હતો.
માતાના ફોન પર આવેલી લિંકે પોલ ખોલી
આ સમગ્ર ગંભીર મામલાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે 11 ઓગસ્ટની રાત્રે સગીરાના એક મિત્રે તેની માતાના મોબાઈલ પર એક લિંક મોકલી હતી. સગીરાની માતાએ જ્યારે આ લિંક ઓપન કરી ત્યારે એક પોર્ન વેબસાઈટ પર પોતાની દીકરી અને આરોપીનો વીડિયો જોઈને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. માતાએ કડક પૂછપરછ કરતાં સગીરાએ રડતાં રડતાં વિતેલા ત્રણ વર્ષથી તેની સાથે બની રહેલી આપવીતી અને બ્લેકમેઇલિંગની વિગતો જણાવી હતી.

પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી
બનાવ અંગેની જાણ થતાં જ સગીરાની માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી જુનેદ ઉર્ફે અરમાન શેખ વિરુદ્ધ POCSO તથા દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આ વીડિયો ક્યાં અને કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યા તેમજ આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે, કેમ તે અંગે પોલીસે સઘન તપાસ આદરી છે.
આ પણ વાંચો - Ahmedabad News : બાવળા નજીક GR ઇન્ફ્રા કંપનીમાં ભીષણ આગ, ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડ્યા...