અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. વિરમગામ શહેરના જાણીતા મોટી વ્હોરવાડ વિસ્તારમાં આવેલા ઓનેસ્ટી ઈલેક્ટ્રોનિક્સના વેપારી પર અસામાજિક તત્વો દ્વારા છરી વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ ગઈ છે.
માઇક્રોફોનના નાણાં બાબતે બોલાચાલી અને ઝઘડો
પ્રાપ્ત વિગતો અનુસાર, મિત્રના માઇક્રોફોનના પૈસા પરત આપવા બાબતે આરોપીઓ અને વેપારી મહમદસફી વોરા વચ્ચે બોલાચાલી થઈ હતી. વેપારી દ્વારા પૈસા આપવાની સ્પષ્ટ ના પાડવામાં આવતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વેપારી સાથે ઉગ્ર ઝઘડો કરી છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

