ડાંગ જિલ્લામાં એસટી બસનો અકસ્માત સર્જાયો છે. વઘઈ આહવા રોડ પર બસનું સ્ટીયરીંગ જામ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનીની વિગતો સામે આવી નથી. અકસ્માતની જાણ થતાં જ આહવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
વઘઇ-આહવા રોડ પર સર્જાયો અકસ્માત
ડાંગ જિલ્લામાં વઘઈ આહવા રોડ પર એસટી બસને અકસ્માત નડ્યો છે. બસનું સ્ટીયરીંગ જામ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ એસટી બસ ધરમપુરથી આહવા જઈ રહી હતી. બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતાં જેમાંથી બે મુસાફરોને મોઢાના ભાગે સામાન્ય ઈજા પહોંચી છે. અન્ય મુસાફરોને બીજી બસમાં બેસાડી આહવા સુધી પહોંચાડ્યા હતાં. અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો.
આ પણ વાંચોઃ Ahmedabad News : અમિત શાહનો ગુજરાત પ્રવાસ, 27 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની મુલાકાતે













