ડાંગ જિલ્લાની પોલીસે એક મોટી સફળતા મેળવી છે. લગભગ અઢી વર્ષ પહેલા થયેલી ડાંગના દરાપાડા ગામની યુવતી ભાવિશા ભોયેની હત્યાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે સઘન તપાસ બાદ આરોપીને ઝડપી પાડીને ગુનાનો પર્દાફાશ કર્યો છે.
ડાંગ પોલીસે અઢી વર્ષ બાદ હત્યાનો ભેદ ઉકેલ્યો
ડાંગ પોલીસે કરેલી સઘન તપાસમાં સામે આવ્યું કે, દિનેશ દેશમુખ નામનો યુવક ભાવિશાનો પરિચિત હતો. દિનેશ ભાવિશાને પોતાની સ્કૂટી પર બેસાડીને વલસાડ જિલ્લાના વિલ્સન હિલ ખાતે લઈ ગયો હતો.ત્યાં કોઈ અજ્ઞાત કારણસર બંને વચ્ચે તકરાર (ઝઘડો) થઈ હતી. આ તકરાર ઉગ્ર બનતા આરોપી દિનેશે આવેશમાં આવીને દુપટ્ટા વડે ભાવિશાના ગળે ફાંસો આપી તેની હત્યા કરી નાખી હતી.










