અમરેલી જિલ્લામાં આજે ધોધમાર વરસાદે ધબડાટી બોલાવી છે. અમરેલીમાં ભારે વરસાદે તબાહી મચાવતા આજે સાવરકુંડલામાં ચેકડેમ ઓવરફલો થયો છે. સાવરકુંડલામાં ભારે પવન સાથે વરસાદના કારણે ખેડૂત પિતા-પુણ તણાયા. દરમિયાન સાવરકુંડલામાં વધુ એક ખેડૂત પુત્રએ જીવ ગુમાવ્યો. સાવરકુંડલામાં ખેતીકામ કરતા યુવકની હત્યાના સમાચારથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


આડાસંબંધની શંકામાં યુવકને ઢોર માર માર્યો

સાવરકુંડલામાં ખેતીકામ કરતા યુવકની હત્યા થઈ તે મઢડાના વીરડી ગામનો રહેવાસી છે. મઢડામાં આડા સંબંધ હોવાની શંકાએ આ ખેતીકામ કરતા યુવકની હત્યા કરવામાં આવી. 9 જેટલા શખ્સોએ આડા સંબંધનું મન દુઃખ રાખી યુવકને ઝાડ સાથે બાંધી દીધો. યુવકને વૃક્ષ સાથે દોરડા વડે બાંધી પાઇપ,લાકડી અને ધીકા પાટુંનો ઢોર માર મારવામાં આવ્યો. યુવક ગંભીરપણે ઘાયલ થતા તેને સાવરકુંડલાની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા યુવકની તબીબી તપાસ કર્યા બાદ મૃત જાહેર કરાયો.

હત્યા મામલે પોલીસે હાથ ધરી તપાસ

મઢડાના યુવકને આડાસંબંધની શંકા રાખી માર મારવાની ઘટનામાં યુવકનું મૃત્યુ થતા તેના ભાઈ દ્વારા હુમલો કરનાર લોકો સામે ફરિયાદ કરવામાં આવી. મઢડાના યુવકને આડાસંબંધની શંકા રાખી માર મારવાની ઘટનામાં યુવકનું મૃત્યુ થતા તેના ભાઈ દ્વારા હુમલો કરનાર લોકો સામે ફરિયાદ કરવામાં આવી. મૃતકના ભાઈએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં 9 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી. યુવકનું નામ પરષોત્તમ ભાઈ ઉર્ફે સના ભાઇ ગોહિલ (ઉ.વ 45) છે. વીરડી ગામના રહેવાસી યુવક પરષોત્તમભાઈ મઢડા ગામે ખેતીની જમીન ભાગવી રાખી ખેતીકામ કરતો હતો. સમગ્ર ઘટનાને લઈને સાવરકુંડલા પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી.


  • Follow us on: