અમરેલીના બાબરામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ દારૂ પીતા પકડાયા હોવાની વાત સામે આવી છે, દારૂબંધીની વાતો કરતા આપ નેતા દારૂ પીતા ઝડપાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, કૌશિક ભરાડને પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને દારૂ પીતા એક દુકાનમાં ઝડપી પાડયા છે, સમગ્ર ઘટનાને લઈ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અમરેલીમાં દુકાનમાં દારુની મોજ માણતા નેતા ઝડપાયા
અમરેલીના બાબરામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ દારૂ પીતા ઝડપાયા છે, ભાજપના નેતાઓએ રેડ પાડી અને તે વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે, આપના નેતા લાજવાને બદલે ગાજતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે, બાબરાના કરિયાણા રોડ પર દુકાનમાં દારૂ પીતા નેતાનો વીડિયો વાયરલ થતા પોલીસે પણ તપાસ શરૂ છે, બાબરા પાલિકા સામે આક્ષેપ કરનારા આપ પાર્ટીના પ્રમુખ ખુદ દારૂની મોજ માણતા હતા અને વાત ભાજપના નેતાને ખબર પડતા તેમણે રેડ કરી હતી.
બાબરા પાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેને દારૂ પીતા ઝડપ્યા આપના નેતાને
બાબરા પાલિકાના પ્રમુખ પ્રવીણ કરકર અને કારોબારી ચેરમેન અને પાલિકા સભ્યને આ વાતની માહિતી મળી હતી જેના કારણે તેઓ દુકાનમાં પહોંચ્યા તો આમ આદમી પાર્ટીના નેતા દારૂ પી રહ્યાં હતા, દુકાનમાં નીચે બેસીને દારૂ પીતા હતા તે દરમ્યાન પાલિકા ટીમ પહોંચી ગઈ હતી અને ભાજપના બે નેતાઓને જોતા આપના નેતા દારૂનો ગ્લાસ મૂકીને ભાગવા લાગ્યા હતા, આ વાત એ પણ સાબિત કરે છે કે, અમરેલીમાં દારૂનું વેચાણ થતું હશે તો જ આપ પાર્ટીના નેતા દારૂ મળ્યો હશે ને !









