છેલ્લા એકાદ મહિનાથી પોલીસ અધિકારીઓ સામે લાંચના કિસ્સા સામે આવી રહ્યાં છે. વડોદરામાં એએસઆઈ લક્ષ્મી દેસાઈનો કિસ્સો ચર્ચામાં છે ત્યાં અમરેલીમાં જેલ અધિકારી સુબેદાર હીરા ચૌધરી લાંચ લેતા ઝડપાયા છે. જેલમાં કેદીને સુવિધા આપવા માટે પાંચ હજારની લાંચ માંગવામાં આવી છે. લાઠી સર્કલ પાસે સુબેદારને લાંચ લેતા ઝડપી તેમની ધરપકડ કરવામાં આવી છે.


અમરેલીમાં જેલ અધિકારી ઝડપાયા

અમરેલીમાં જેલ અધિકારી સુબેદાર હીરા ચૌધરી લાંચ લેતા ઝડપાયા છે. જેલમાં કેદીને સુવિધા આપવા માટે પાંચ હજારની લાંચ માંગી હતી. રાજકોટ એસીબીમાં ફરિયાદ થતાં જ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. લાઠી સર્કલ પાસે સુબેદાર હીરા સોલંકી લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતાં. એસીબીએ તેમની ધરપકડ કરી હતી. જેલ પ્રસાશન ભ્રષ્ટાચારી અધિકારી સામે કડક બન્યું છે.


આ પણ વાંચોઃKachchh News: 400 કર્મચારીઓની સામૂહિક બદલીના નિર્ણય સામે ભારે અસંતોષ


  • Follow us on: