આણંદ શહેરમાં વિદેશ જવાની લાલચ આપીને 21 જેટલા યુવાનો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મોટો બનાવ સામે આવ્યો છે. વિઝા કન્સલ્ટન્સી ફર્મ 'વિઝા સિનર્જી'ના સંચાલકો કરોડો રૂપિયાની ઠગાઇ કરીને ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા છે.
આણંદમાંં 21 વ્યક્તિઓ સાથે છેતરપિંડી
આણંદના વલ્લભવિદ્યાનગર વિસ્તારમાં આવેલી વિઝા સિનર્જી નામની ઓફિસના સંચાલકોએ કુલ 21 વ્યક્તિઓને વિદેશમાં મોકલવાના બહાને તેમની પાસેથી રૂ. 50.90 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. પૈસા લીધા બાદ ન તો તેમને વિઝા અપાવ્યા હતા કે ન તો તેમના નાણાં પરત કર્યા હતા. ઠગાઇ આચર્યા બાદ સંચાલકોએ તેમની ઓફિસને કાયમી ધોરણે બંધ કરી દીધાનું બોર્ડ બહાર લગાવી દીધું હતું અને પોતે ફરાર થઈ ગયા હતા.










