દિવાળીના તહેવાર દરમિયાન બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જામી છે. ખરીદી કરી રહેલા ગ્રાહકોની ભીડનો લાભ લઈને વેપારીઓ દ્વારા ઠગાઈ કરવામાં આવતી હોય છે. જેમાં ઓછુ વજન, એમઆરપીમાં ગેરરીતી જેવી અનેક બાબતો સામે આવતી હોય છે. ત્યારે આણંદ જિલ્લામાં તંત્ર દ્વારા વેપારીઓ પર તવાઈ આચરવામાં આવી હતી. જિલ્લામાં 10 વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
10 વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી
આણંદના મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર,દ્વારા ૨૦૨૫ ના દિપાવલી તહેવાર ઝુબેશ દરમિયાન આણંદ જિલ્લાના આશરે ૩૧ વેપારી એકમોની ઓચિંતી મુલાકાત લઈ ૧૦ વેપારીઓ સામે ધી લિગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯ ના ભંગ સબબ કાયદેસરની કાર્યવાહી કરી કુલ રૂપિયા ૩૦ હજાર જેટલી દંડનિય કાર્યવાહી કરવામાં આવી છે.આણંદ જિલ્લાના ગ્રાહકોને વિનંતી કે આપને ગેરરિતી માલુમ પડે તો આ કચેરીના ઈ-મઈલ આઈ.ડી[email protected] ઉપર અથવા ટોલ ફ્રી નં ૧૮૦૦-૨૩૩-૦૨૨૨/ ૧૪૪૩૭ કે આ કચેરીના સરનામે સંપર્ક કરવા અપીલ કરાઈ છે.










