ગુજરાતમાં ખનન માફિયાઓ બેફામ બન્યાં છે. તંત્રની કાયદાકીય કાર્યવાહી છતાંય માફિયાઓને જાણે કોઈનો ડર રહ્યો ના હોય તેમ ગેરકાયદે ખનનની પ્રવૃત્તિઓ સામે આવી રહી છે. આણંદના ઉમરેઠમાં રેતી ખનન ઝડપાયું છે. ખાણ અને ખનીજ વિભાગની ગાંધીનગર અને આણંદની ટીમ સાથે ફ્લાઈંગ સ્ક્વોર્ડ દ્વારા લાલપુરમાં મહિસાગર નદીના કિનારે થઈ રહેલા રેતી ખનન પર દરોડા પાડવામાં આવ્યા હતાં.


એક કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત

આણંદના ઉમરેઠ તાલુકાના લાલપુરમાં મહિસાગર નદીના કાંઠે ગેરકાયદે થઈ રહેલા રેતી ખનન પર ખાણ અને ખનીજ વિભાગની ગાંધીનગર અને આણંદની ટીમ સહિત ફ્લાઈંગ સ્ક્વોર્ડ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. રોયલ્ટી વિનાનું ખોદકામ થતાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. વિભાગની ટીમ દ્વારા બે હિટાચી મશીન, ત્રણ નાવડી સહિતનો એક કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાણ અને ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


આ પણ વાંચોઃ Gir Somnath : ઉનામાં યુવતીના અપહરણનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો,અપહરણ અને પોક્સો કલમ હેઠળ નોંધાયો ગુનો


  • Follow us on: