આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકનાં એક નાનકડા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લાં ત્રણ માસથી ફરજ બજાવતા 44 વર્ષનાં પ્રોઢ શિક્ષક વિરમભાઈ સોમાભાઈ દેસાઈ ગત સપ્તાહ દરમિયાન શાળામાં ફરજ દરમિયાન ધોરણ પાંચમાં અભ્યાસ કરતી દસ વર્ષની માસુમ બાળકીને ખોળામાં બેસાડી ટોપ ઉંચુ કરીને છાતીના ભાગે હાથ ફેરવીને શારીરિક છેડછાડ કરી હતી અને બિભત્સ વાતો કરી બિભત્સ કૃત્યો શીખવાડતો હતો. ધોરણ પાંચનાં નાના બાળકોને વર્ગખંડમાં સુવડાવી બાળકો કેમના પેદા થાય તેમ શીખવાડતો હતો.

ઉમરેઠમાં નરાધમ શિક્ષકને જેલ ભેગો કરાયો

બિભત્સ કામો કરવાની વાતો કરી હતી તેમજ માસુમ બાળકને નરાધમ શિક્ષક વિરમ દેસાઈએ મોબાઇલમાં શરીરે માલીશ કરતો પોર્ન વિડીયો બતાવી માલીશ કરી આપવા માટે દબાણ કર્યું હતું અને બાળકના શરીરના આગળના ભાગે હાથ ફેરવી શારીરિક અડપલાં કર્યાં હતાં.શાળાએ જતાં નાના બાળકે પહેલાં તો ડરના માર્યા આ બાબતે કોઈને જાણ કરી ન હતી.પરંતુ વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષક વિરમ દેસાઈની હિંમત ખુલી જતા તે દરરોજ નવી નવી બિભત્સ હરકતો બાળકો સાથે કરતો હતો અને શારીરિક અડપલાં કરતાં આખરે બાળકોએ શિક્ષકની હરકતો અંગે ધરે જઈને પોતાના માતા પિતાને જાણ કરી હતી. જેને લઇને બાળકોના માતા પિતા ચોકી ઉઠ્યા હતાં અને તેઓએ આ શિક્ષક વિરૂદ્ધ પગલા ભરવાની માંગ સાથે શાળામાં હોબાળો મચાવ્યો હતો.

જામનગરથી બદલી થઈ ઉમરેઠ આવ્યો હતો

ત્યારબાદ આ બનાવ અંગે ઉમરેઠ પોલીસ મથકે નરાધમ શિક્ષક વિરમ સોમાભાઈ દેસાઈ વિરુદ્ધ વાલીની ફરિયાદનાં આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.શાળાના સમય દરમિયાન વર્ગખંડમાં માસુમ બાળકો સાથે વિકૃત કૃત્ય આચરનાર નરાધમ શિક્ષક વિરમ દેસાઈ અગાઉ જામનગરમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો હતો અને ત્યાંથી બદલી થઈ ત્રણ મહિના પહેલાં ઉમરેઠ પંથકનાં એક ગામની પ્રાથમિક શાળામાં આવ્યો હતો.પોલીસનાં જણાવ્યા અનુસાર 55 વર્ષિય પ્રોઢ શિક્ષક વિરમ દેસાઈ પરિણીત છે અને તેને એક પુત્ર અને પુત્રી છે.ઉમરેઠ પોલીસે નરાધમ શિક્ષક વિરમ દેસાઈ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો અને તેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટએ આરોપીને જયુડીસીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપતા પોલીસે આરોપી વિરમ દેસાઈને આણંદની સબ જેલમાં ધકેલી દીધો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad News: સાયન્સ સિટી વિસ્તારમાં સરકારી આવાસમાં PGનો ધમધમાટ, ઊંઘતુ તંત્ર મકાનને સીલ મારવા દોડતુ થયુ