અંકલેશ્વર નજીકથી રૂ. 1 કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે અને માંડવા ટોલ પ્લાઝા નજીકથી ટ્રક ભરેલો દારૂ પકડાયો છે, ટ્રકમાં ચોરખાનામાં દારૂના જથ્થાની કરતા હેરાફેરી અને પોલીસે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરની કરી ધરપકડ. બી ડિવિઝન પોલીસે ટ્રક સહિત કુલ રૂપિયા 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.
અંકલેશ્વરમાંથી રૂ.1 કરોડનો દારૂ ઝડપાયો
અંકલેશ્વરમાંથી રૂ.1 કરોડનો દારૂ ઝડપાયો છે, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે ટ્રકમાં ચેકિંગ કર્યુ તો તેમાંથી દારૂ મળી આવ્યો હતો, આ દારૂ કયાં અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે, મહત્વનું છે કે, દિવાળીનો સમય નજીક છે ત્યારે બુટલેગરો સૌથી વધારે દારૂનું વેચાણ કરતા હોય છે, કેમકે આ સમયે લોકો રજાના મૂડમાં હોય છે, આ દારૂ કોણે મંગાવ્યો છે તેનું નામ સામે આવ્યું નથી.
અંકલેશ્વરમાં LCBએ વિદેશી દારૂ સાથે એકને ઝડપ્યો
અંકલેશ્વરમાં ગઈકાલે એલસીબી પોલીસે વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડયો છે, નવી દિવી રોડ પર આવેલી એક સોસાયટી પાસેથી આ શખ્સને દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો, અંકલેશ્વરના નવાદીવા ગામના શામજી ફળિયામાં રહેતો બુટલેગર કિશન મના વસાવા પોતાના માણસો થકી આ ગલ્લા પર વિદેશી દારૂનું વેચાણ કરતો હતો.









