બનાસકાંઠાના દિયોદરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, ગોદા નજીક કેનાલમાં ચાર લોકોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, મહિલા, પુરુષ અને બે બાળકોએ મોતની છલાંગ લગાવીને આપઘાત કર્યો છે, સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરુ કરાઈ છે.


આપઘાતને લઈ દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી

દિયોદરના ગોદા નજીક એક જ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, કેનાલમાં કૂદીને 4 સભ્યોએ આપઘાત કર્યો છે અને આપઘાત પાછળનું કારણ અકબંધ છે, દિયોદર પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને પરિવારના અન્ય સભ્યોના પણ નિવેદન લીધા છે, સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને પોલીસે પીએમ માટે મૃતદેહ ખસેડયો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

આપઘાત પાછળનું કારણ અકબંધ છે

જે પરિવારના સભ્યોએ આપઘાત કર્યો છે તેની પાછળનું સાચું કારણ હજી સામે આવ્યું નથી, પોલીસ આ મામલે તપાસ કરી છે, અને મૃતકોના મોબાઈલ ફોન પણ પોલીસે તપાસ માટે લીધા છે, આપઘાતને લઈ પોલીસ તપાસ કરશે ત્યારે સાચુ કારણ સામે આવશે. આર્થિક સંકડામણને લઈ આપઘાત કર્યો હોઈ શકે છે તેવું પોલીસનું અનુમાન છે, ત્યારે પરિવારના અન્ય સભ્યોમાં પણ આક્રંદ જોવા મળ્યું છે. મૃતક પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી, પરંતુ અંતિમવિધી બાદ પોલીસ પરિવારના સભ્યોને ફરી બોલાવી તપાસનો ધમધમાટ કરશે તેવી માહિતી સૂત્રો તરફથી સામે આવી છે.

આપઘાત કરવાનું મુખ્ય કારણ ભવિષ્યનો ભય છે

ખોટું કર્યું તેની જાણ અન્યને થશે તેનો મોટો ડર હોય છે. શાળા-કોલેજોમાં બાળકો એકલતા અનુભવે છે. મને નોકરી નહીં મળે તો ? લગ્ન માટે વર કે કન્યા ન મળે ત્યારે યુવાધનને અસ્વીકાર્યતાનો ભય મોટો હોય છે. ભવિષ્ય માટે આવી ચિંતા માનસિક સ્ટ્રેસ ઊભો કરે છે. મોટેભાગે અશાંત અને અપરાધી માનસિકતા ડ્રગ્સ અને ગુનાખોરી તરફ્ વાળે છે. જ્યારે સરળ અને મહેનતું યુવાનો છેતરાય છે અથવા કોઈ ષડ્યંત્રનો ભોગ બને કે તેને નિષ્ફળતા મળે ત્યારે તે આત્મહત્યાનો માર્ગ પસંદ કરે છે.

  • Follow us on: