બનાસકાંઠાના અંબાજીમાં અંબાજી પોલીસે 28 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડયા છે, 28 જુગારીઓ ધર્મશાળામાં જુગાર રમવા માટે બેઠા હતા અને પોલીસને બાતમી મળી તેના આધારે રેડ કરીને તમામ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, પોલીસે 28 જુગારીઓ સામે ગુનો નોંધ્યો છે અને મુદામાલ જપ્ત કર્યો છે.


[[$googlead]]

અંબાજીમાં 28 જુગારીઓ જુગાર રમતા પકડાયા

અંબાજીમાં એક ધર્મશાળામાં 28 જુગાકરીઓ જુગાર રમતા ઝડપાઈ ગયા છે, 28 જુગારીઓ મહેસાણાથી જુગાર રમવા માટે આવ્યા હતા અને પોલીસે દરોડા પાડીને તમામને ઝડપી પાડયા છે, પોલીસને બાતમી હતી કે એક સાથે 28 લોકો ધર્મશાળામાં પહોંચ્યા છે અને જુગાર રમી રહ્યાં છે, ત્યારે પોલીસે દરોડા પાડયા અને રૂમમાં જુગારીઓ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા, મહેસાણાથી સ્પેશિયલ જુગાર રમવા માટે ધર્મશાળા રાખી હતી અને પોલીસે તમામને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ધર્મશાળામાં જુગાર રમતા હતા અને પોલીસ પહોંચી રેડ કરવા

[[$alsoread]]

મહેસાણા જિલ્લાના જુગારીઓ અંબાજીમાં જુગાર રમવા માટે આવ્યા હતા અને રેડ દરમિયાન તે લોકો ઝડપાઈ ગયા છે, પોલીસે

4.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તમામ લોકોને અંબાજી પોલીસ મથકમાં લાવવામાં આવ્યા છે. અંબાજીના આઠ નંબર વિસ્તાર ખાતે ધર્મશાળા આવેલી છે અને ત્યાં આગળ જુગાર રમવા માટે આવ્યા હતા અને ઝડપાઈ ગયા છે. પોલીસના સૂત્રોનું કહેવું છે કે, શ્રાવણિયો જુગાર રમવા માટે લોકો આવતા હોય છે ત્યારે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ઘણી ધર્મશાળાઓમાં બાતમીના આધારે રેડ કરવામાં આવે છે અને જુગાર રમતા હોય તો તેમની ધરપકડ પણ કરવામાં આવે છે.

  • Follow us on: