બનાસકાંઠા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. થરા-રાધનપુર નેશનલ હાઇવે-27 પર SMC ની ટીમે બાતમીના આધારે સચોટ વોચ ગોઠવીને એક ટ્રકમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે, જેના કારણે દારૂના વેપારીઓમાં ભારે હડકંપ મચી ગયો છે.
બે આરોપીઓની ધરપકડ
પોલીસે ટ્રકમાંથી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની કુલ 16,349 આઈએમએફએલ (IMFL) બોટલો મળી આવી હતી. દારૂના આ મોટા જથ્થા સાથે પોલીસે ટ્રક, બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1.20 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પ્રકરણે પોલીસે ટ્રક ડ્રાઇવર ઓમપ્રકાશ કાકલ અને ક્લીનર જિતેન્દ્ર કાકલની સ્થળ પર જ ધરપકડ કરી છે, જેઓ મૂળ રાજસ્થાનના બાડમેરના રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
