બનાસકાંઠાના થરાદની ક્રિષ્ના હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી સગર્ભા મહિલા અને તેના બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ પરિજનોએ લગાવ્યો છે, હોસ્પિટલ આગળ લોકોના ટોળા થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.


[[$googlead]]

થરાદની ક્રિષ્ના હોસ્પિટલ આવી વિવાદમાં

થરાદ તાલુકાના લોઢનોર ગામની સગર્ભા મહિલા ડિલિવરી અર્થે થરાદની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે આવી હતી, જોકે સારવાર દરમિયાન સગર્ભા મહિલા અને તેના બાળકનું મોત નીપજતા તેના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપો સાથે હોસ્પિટલ ખાતે એકઠા થતા પોલીસ દોડી આવી હતી, થરાદ તાલુકાના લોઢનોર ગામની વર્ષાબેન મુકેશભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે ૨૮ નામની સગર્ભા મહિલા થરાદની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે તેની ડિલિવરી કરાવવા સારવાર અર્થે તેના પરિવારજનો સાથે ગત ગુરૂવારના રાતના ૯ વાગ્યાના આસપાસના સમયે આવી હતી.

[[$alsoread]]

ડો.મેહુલ નાયકે તપાસ કરતા મહિલાના પેટમાં રહેલ બાળક મૃત હાલતમાં હતુ

ફરજ તબીબ ડો.મેહુલ નાયકે તપાસ કરતા મહિલાના પેટમાં રહેલ બાળક મૃત હાલતમાં હોવાથી તેના પરિવારજનોને જાણ કરી હતી. જે સગર્ભા મહિલાનું ૧૫ કલાકની સારવાર દરમિયાન અંદાજે ૩ વાગે મોત થતા સગર્ભા મહિલાના પરિવારનોએ ફરજ પરના તબીબ પર ગંભીર આક્ષેપો કરી તેમની બેદરકારીને કારણે મહિલાનું મોત થયું હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં સગર્ભાના પરિવારજનો અને પિયરજનો તેમજ સગાઓ હોસ્પિટલ ખાતે એકઠા થઇ તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાની માંગ કરી હતી.

ફરિયાદ નોંધાતા મામલો થાળે પડયો

સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધ્યો છે, આ બાબતે ડોક્ટર મેહુલ નાયકે જણાવ્યું હતું કે વર્ષાબેન ઠાકોર નામની સગર્ભા મહિલા દાખલ થયા હતા જેની તપાસ કરતા મહિલાના પેટમાં મૃત બાળક હોવાનું જણાઈ આવતા તેના પરિવારજનોને જાણ કરી ઓપરેશન કરી બાળકને લેવાની વાત કરતા તેના સગાઓએ નોર્મલ ડિલિવરી કરી બાળક લેવાનો વાત કરતા વર્ષોના અનુભવ પ્રમાણે મૃત બાળક નોર્મલ ડિલિવરીથી પણ લઈ શકાય હોઇ એટલે દવા મૂકીને નોર્મલ ડિલિવરી કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ બપોરના ત્રણ વાગ્યાના આસપાસના સમયે બેભાન થઈ જતા તેમને આઇસીયુમાં દાખલ કર્યા હતા.પણ અમે બચાવી શકયા નથી તેવું રટણ કરી રહ્યો છે.


  • Follow us on: