ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં સનસનાટી મચાવી દેતી એક હત્યાની ઘટના સામે આવી છે. તાલુકાના વિરડી ગામે રહેતા આણંદભાઈ પુંજાભાઈ કંટારીયા નામના વ્યક્તિની જૂની અદાવતમાં નિર્મમ રીતે હત્યા કરી દેવામાં આવી છે. જૂના મનદુઃખને લઈને બનેલી આ ઘટનાથી સમગ્ર વિરડી ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભારે ધાક અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.
5 જેટલા શખ્સો દ્વારા ઘાતકી હુમલો
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક આણંદભાઈ કંટારીયા પોતાના ગામમાં હાજર હતા તે દરમિયાન પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે જૂની વાંધા-વચકાની અદાવત રાખીને 5 જેટલા શખ્સો તીક્ષ્ણ અને જીવલેણ હથિયારો સાથે ધસી આવ્યા હતા. હુમલાખોરોએ આણંદભાઈ પર અચાનક તૂટી પડીને તેમને રક્તરંજિત કરી દીધા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આણંદભાઈને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક વધુ સારવાર અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
