ભાવનગરમાં ગુનાખોરીનો આંકડો સતત વધી રહ્યો છે. શહેરમાં ફોરેસ્ટ કોલોનીમાંથી એક મહિલા અને બે બાળકોના દટાયેલી હાલતમાં મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી છે. ત્રણ લોકોના થોડા સમય પહેલા ગુમ થયા હોવાની જાણ કરાઈ હતી. 10 દિવસ બાદ ત્રણેયના મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
10 દિવસ બાદ ત્રણેયના મૃતદેહ મળી આવ્યા
ભાવનગરમાં ફોરેસ્ટ કોલોનીના ઓફિસર ક્વાર્ટરના વાડામાંથી એક મહિલા અને બે બાળકોના દટાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. આ ત્રણેય લોકોના ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. જેના 10 દિવસ બાદ મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસને આ ઘટનામાં મહિલાના ફોરેસ્ટ કર્મચારી પતિ સામે શંકા હોવાથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધા છે.













