ભાવનગરની જેલમાં કેદીએ ફોન કરીને પૂર્વ પત્નીને ધમકી આપી છે, જેલના ફોનમાંથી ફોન કરીને ધમકી આપી હોવાની વાત સામે આવી છે, નાસ્તા માટે 1000 રૂપિયા માંગ્યા હતા અને પૂર્વ પત્નીએ ના પાડતા મારી નાખવાની આપી ધમકી, તો બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પૂર્વ પત્નીએ ફરિયાદ નોંધાવી છે.
જિલ્લા જેલમાં રહેલા કેદીએ જેલના ફોનમાંથી પૂર્વ પત્નીને આપી ધમકી
જેલમાંથી કેદીએ ફોન કરીને ધમકી આપતા બોરતળાવ પોલીસે ફરિયાદ નોંધી છે, તો બનાવની વાત કરીએ તો મહિલા તેના પતિ કિરણ સાથે છૂટાછેડા લીધેલા છે અને તેઓ એક પુત્ર અને પુત્રી સાથે તેમના માતા-પિતાના ઘરે રહે છે, તો પૂર્વ પતિ કિરણ હાલ કોઈ ગુનામાં જેલમાં સડી રહ્યો છે, ત્યારે ગઈકાલે પૂર્વ પતિએ પૂર્વ પત્નીને ફોન કર્યો હતો અને ધમકી આપી હતી અને રૂપિયા 1000ની માંગણી કરી હતી, તો નાસ્તા માટે રૂપિયા મોકલ નહીતર મારી નાખીશ તેવી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બોરતળાવ પોલીસ એ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
તો ફોન કરીને પૂર્વ પતિ કિરણ રીટાને મનફાવે તેમ બોલી રહ્યો હતો અને પૂર્વ પત્ની ગભરાઈ જતા તેમણે પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસને જાણ કરી હતી, અને બોરતળાવ પોલીસે પૂર્વ પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, તને મારી નાખીશ તેવી ધમકી આપતા મામલો ગરમાયો હતો, પત્નીએ કહ્યું કે, અમારા તો છૂટાછેડા થઈ ગયા છે તેમ છત્તા પૂર્વ પતિ મને હેરાન કરી રહ્યો છે.









