ભાવનગરમાં SMCના PSI સચિન શર્માનું મોત થયું છે, સનેસમાં દરોડા દરમિયાન PSI અચાનક બેભાન થતા તેમનું મોત થયું છે, PSI સચિન શર્મા બેભાન થતા હોસ્પિટલ ખસેડાયા હતા અને છાતીમાં અચાનક દુખાવો થતા હોસ્પિટલમાં મોત થયું છે, ઘટનાની જાણ થતા આસપાસનો પોલીસ સ્ટાફ પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો.


[[$googlead]]

સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇનું ભાવનગરમાં મોત

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું ભાવનગરમાં મોત થયું છે, સનેસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડવા આવ્યા હતા તે દરમિયાન તેમને છાતીમાં દુખાવો ઉપડતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

[[$alsoread]]

સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા પીએસઆઈને

અચાનક જ સ્ટેટ મોનિટરિંગ સેલના પી.એસ.આઇ સચિન શર્મા બેભાન થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભાવનગર બાતમીના આધારે દરોડા પાડવા માટે આવી હતી તે સમયે આ દુઃખદ ઘટના સામે આવી છે, Psi સચિન શર્માને છાતીમાં દુખાવો વધી જતા ખાનગી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જોકે આ બાબતે પોલીસના ઉચ્ચ અધિકારી અને અન્ય એસએમસીના અધિકારી હાલ કોઈ પણ વાત કહેવા નથી તૈયાર, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છાતીમાં દુખાવો ઉપાડતા હાર્ટ એટેક થતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

  • Follow us on: